અમેરિકી અખબારના ખુલાસા સામે ચીની સત્તાધીશોએ આવો કોઈ જેનેટીક સર્વેલન્સ હાથ ધર્યાનો કર્યો ઈન્કાર
વિશાળ જેનેટીક ડેટાબેઝ તૈયાર કરવા ચીની સતાધીશોઓ હવે હાઈટેક સર્વેલન્સ હાથ ધર્યું છે. જે માટે દેશભરમાંથી ડીએનએના નમુનાઓને એકત્રીત કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા ટોરોન્ટો યુનિવર્સિટીના પોલીકલ સાયન્સના પીએચડીના વિદ્યાર્થીઓ એમિલ ડીકર્સ અને આધુનિક ચીનમાં વંશીય મુદાઓનાં નિષ્ણાંત જેમ્સ લિબોલ્ડના અભ્યાસ મુજબ આ સર્વેલન્સમાં ભાગ ન લેવો તેને ચીનમાં એક ગુન્હો માનવામાં આવે છે. અને ભાગ ન લેનારા પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના અંદાજ મુજબ આ સર્વેલન્સ દ્વારા ૩૫ થી ૭૦ મીલીયન ચીની પુરૂષોના ડીએનએ નમુના એકત્રીત કરવાની યોજના છે.
પોલીસ અહેવાલોમાં સતાવાર રીતે પારિવારીક રેકોર્ડસ, સર્વેલન્સ ફૂટેજ તથા સાક્ષીઓનાં નિવેદનો સાથે મેળ ખાતા આ નમુનાઓ ચીની અધિકારીઓ માટે કોઈ પુરૂષ વ્યકિતને શોધી કાઢવા માટે એક શકિત શાળી સાધન બનશે જો કે ચીની સરકારે આવું કોઈ પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યાનો ઈન્કાર કર્યો છે. આ લેખકોનાં જણાવ્યા અનુસાર તેઓને સરકારનાં અહેવાલો અને ડીએનએ કીટસ અને પરિક્ષણ સેવાઓ માટે સતાવાર આદેશો પરથી સાબીત થાય છે કે આ સર્વેલન્સ દ્વારા મોટાપાયે ડીએનએ ડેટલા કલકટ કરવાની ચીની સરકારની યોજના છે. ધ ઓસ્ટ્રેલીયન સ્ટ્રેટજીક પોલીસી ઈન્સ્ટીટયુટના એક રીપોર્ટના અહેવાલમાં જણાવાયું છે કે ગયા મહિને જેઓએ ચીની સરકારના ડીએનએ જેનેટીક સર્વેલન્સ કાર્યક્રમને વિશ્વ સમક્ષ ઉજાગર કયો હતો.
આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે ક્જયા વંશીય ધાર્મિક લઘુમતી પ્રજા વધુ વસે છે. તેવા ઝિંજીયાંગ, તિબેટ અને અન્ય વિસ્તારો પૂરતુ આ સર્વેલન્સ હાથ ધરાયું નથી પરંતુ સમગ્ર ચીનમાં આ સર્વેલન્સ હાથ ધરાય રહ્યું છે. ચીનના દક્ષિણ પશ્ર્ચિમ પ્રાંતનાં યુનાન અને ગુઈઝહ, મધ્ય પૂર્વ હુનાનના શાનડોંગ અને જીઆંગસુ અને મોગોલીયાનાં સ્વાયત ક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં આ ડીએનએ સર્વેલન્સ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. આ સર્વેલન્સનાં ફોટોગ્રાફી પુરાવાઓ શોધવાનું ચાલુ રાખ્યું છે. પોલસી બાળકો પાસેથી લોહીના નમુના એકત્રીત કરી રહી છે.જે માટે શાળાઓમાં ગયેલા બાળકોની આંગળીઓમાંથી લોહીના નમના લેવામાં આવી રહ્યા છે. જે સંયુકત રાષ્ટ્રની બાળકો અંગેનાનિયમોનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન સમાન છે.
અમને આ અંગેના સતાવાર દસ્તાવેજો સહિતનો નવો પૂરાવો મળ્યો છે. જેમાં દર્શાઈ રહ્યું છે કે મોટા શહેરી વિસ્તારોમાં ડીએનએન નમુનાઓ પણ એકત્રીત કરવામાં આવી રહ્યું છે. લેખકોનાં જણાવ્યા અનુસાર ગત ૧૬ જૂનના રોજ એક ચીની અધિકારીઓનો અહેવાલ તેમના હાથમાં પૂરાવા તરીકે આવ્યો છે કે જે સિયુઆની પ્રાંતની સરકારની વેબસાઈડ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રાંતની રાજધાની ચેંગ્ડુ શહેરમાં જાહેર સુરક્ષા બ્યુરો દ્વારા ડીએનએ ડેટાબેઝ બનાવવાની વિગતો આપવામાં આવી છે. જે માટે પુરૂષ વંશ તપાસ સિસ્ટમની રચના કરવામા આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં અપાયેલી વિગતો મુજમ ૧૧ જાહેર સુરક્ષા કચેરીઓમાં આખા શહેરના લગભગ છ લાખ પુરૂષ રહેવાસીઓના ડીએનએના નમુના એકત્રીત કર્યા છે. કે જે ચેંગ્ડુ શહેરમાં પુરૂષોની વસ્તીના ૭ ટકા જેટલી છે. ચેંગ્ડુ શહેરની ૧૬.૬ મિલીયન લોકોની વસ્તીમાં પચાસ ટકા પુરૂષ છે.