આપણે હજારો રૂપિયા પાર્લરમાં વ્યર્થ કરીએ છીએ આપણાં વાળની સંભાળ માટે પરંતુ આપણાં ઘરમાં જ કેટલીક એવી વસ્તુ હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે આપણાં વાળની કાળજી કરી શકીએ છીએ.
આજે અમે તમને આવા ખૂબ જ ખાસ અને ખૂબ ઉપયોગી નૂશકા વિશે વાત કરીશું . જે રસોડામાં રાખવામાં આવે છે.
છોકરીઑ ની સૌથી મોટી સમસ્યા વાળ ખરવાની હોય છે તેમના વાળ સિલકી તેમજ ઘટાદાર રહે એ માટે તેઓ વિવિધ પ્રકારના શેમ્પૂ અને કન્ડીશનર્સનો ઉપયોગ કરે છે. જે લાંબા સમયે વાળને નુકશાન પોહચડે છે
કહી શકાય કે ગોળ વાળને નરમ, મજબૂત બનાવે છે. તેના માટે ગોળમાં મુલતાની માટી,દહીં અને પાણીને મિક્સ કરો અને પેક બનાવો. આ પૅકને એક કલાક સુધી રાખી ત્યારબાદ વાળ ધોઈ લો. ગોળમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે વાળને ખરવાથી અટકાવે છે.