પેન્શન બનશે ડિજિટલ, ભ્રષ્ટાચાર મુકત ભારત બનાવવા ભારત સરકારનો નવો પ્રયાસ
કેશલેસ ટ્રાન્ઝેકશનને વધારવા સરકારની નવી પહેલ કરવામાં આવી છે. જેના ભાગ‚પે કર્મચારીઓને નિવૃતિ વખતે અપાતું પ્રોવિડન્ટ ફંડ ડિજિટલ બનશે. જી હા…હવે નિવૃતિમાં આપવામાં આવતી રકમ પણ કેશલેસ થશે. ૨૦૧૮ના ઓગસ્ટ સુધીમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. ઈપીએફઓ પોતાના પાંચ કરોડ ગ્રાહકોને ડિજિટલ સેવા પુરી પાડશે. ઈપીએફ પેન્શન અને ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ ‚પી વિમો નોકરી દરમ્યાન એકઠો કરે છે અને સામાજિક સુરક્ષાની યોજનાઓ ચલાવે છે. જોકે ઈપીએફ ઉપાડ કરવા માટેની સેવા હવે શરૂ કરી દેવામાં આવી છે.
વધતા જતા ભ્રષ્ટાચાર અને જાહેર સતામણીના કારણે ઓનલાઈન સુવિધા ઉત્તમ છે. કારણકે ઓનલાઈન કરવામાં આવેલા તમામ ટ્રાન્ઝેકશન સરકારી ચોપડે નોંધાઈ જાય છે. જેથી હવે કાગળ પર નહીં ડિજિટલ ટ્રાન્ઝેકશનમાં જોડાવવા લોકોને પ્રેરીત કરવામાં આવશે. ઈપીએફઓએ નિર્ણય લીધો હતો કે તેઓ કાગળ મુકત ઈલેકટ્રોનિક સંસ્થા બનાવશે. જયાં બધી સેવાઓ ઈલેકટ્રોનિક રીતે ઓનલાઈન અથવા મોબાઈલ હેન્ડસેટ દ્વારા પુરી પાડવામાં આવશે. તેવું સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડના કમિશનર વી.પી.જોય ત્રણેગયાત્રાનું કહેવું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈપીએફઓ પાસે ૧૦ લાખ કરોડથી પણ વધુ રકમનું ભંડોળ છે. જે ગત વર્ષમાં રૂ.૧.૫ લાખ કરોડનું રોકાણ કરતું હતું. તો ઈપીએફઓ ત્રણ યોજનાઓ ચલાવે છે. પહેલું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ૧૯૫૨, એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ૧૯૯૫ અને એમ્પ્લોયીઝ લિંકડ ઈન્શ્યોરન્સ સ્કીમ ૧૯૭૬. આ રીતે તેઓ ઘણા વર્ષોથી ફંડ સુવિધા નિવૃતિ સમયે લોકોને આપીને સામાજીક કાર્યો કરે છે પરંતુ જુની કંપની હવે ડિજિટલ ઈન્ડિયાની સાથે મળી નવી રીતો અપનાવી ભ્રષ્ટાચારની સામે લડત આપવા માટે કેશલેસ ટ્રાન્જેકશનનો સહારો લેશે.