હવે તમારા પ્રોવિડન્ટ ફંડના બે એકાઉન્ટ હશે. એક કેશ એકાઉન્ટ અને બીજુ ઇટીએફ એકાઉન્ટ. કેશ એકાઉન્ટમાં તમારા પીએફની 85 ટકા રકમ હશે. જ્યારે ઇટીએફ એકાઉન્ટમાં 15 ટકા રકમ જશે જેને…
જેને શેરબજારમાં રોકાણ કરવામાં આવશે. આ રકમ તમારા એકાઉન્ટમાં યુનિટની રીતે દેખાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓના બોર્ડે આ બાબતમાં એક પ્રસ્તાવને મંજૂરી આપી છે….
હવે પીએફ એકાઉન્ટ હોલ્ડરનું ઇટીએફ એકાઉન્ટ પણ હશે. પીએફ એકાઉન્ટ હોલ્ડરને ઇટીએફ એકાઉન્ટમાં શેરબજારમાં રોકેલી 15 ટકા રકમ પ્રમાણે યુનિટ મળશે. ઉપાડ કરવાના સમયે તે દિવસના યુનિટની કિંમત પ્રમાણે નાણાં મળશે….