નવી ટેકનોલોજીના કારણે દુનિયાભરમાં ચીજો સતત બદલાતી રહી છે. તાજો ફેરફાર ઓટોમોબાઇલ સેક્ટરમાં થયો છે. હવે ગાડીઓ પણ નવી ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીથી લેસ હશે. એટલા માટે ચાવી ગુમ થઇ જશે તો કોઇ ચિંતા નહીં.
સ્માર્ટ ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીથી ડ્રાઇવર કારના દરવાજા અનલોક કરવાની સાથે સાથે એનાથી કાર પણ સ્ટાર્ટ કરી શકશે. આ ટેક્નોલોજી વાળી કારના દરવાજા અનલોક કરવા માટે ડ્રાઇવરને દરવાજાના હેન્ડલ પર લાગેલા સેન્સર પર એક આંગળી રાખવી પડશે. ઇન્ક્રિપ્ટેડ ફિંગરપ્રિન્ટની જાણકારીની ઓળક કરવામાં આવશે અને એની જાણકારી કારની અંદર રહેલી ફિંગરપ્રિન્ટ કંટ્રોલરને આપવામાં આવશે.
ઓટોમોબાઇલ સેક્ટરમાં નવી સુવિધાના દરવાજો ખોલતી આ સ્માર્ટ ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી શરૂઆતમાં કેટલાક પસંદગીના બજારોમાં જ લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ધીરે ધીરે દુનિયાભરના બજારોમાં આ ટેક્નોલોજી યુક્ત ગાડીઓ આવવા લાગશે.
સ્માર્ટ ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીની ગાડીના ડ્રાઇવરને એન્જીન સ્ટાર્ટ કરવા માટે માત્ર ઇગ્નિશનને ટચ કરવું પડશે. એના માટે ચાવી ફેરવવાની પણ જરૂર નથી ના કોઇ બટણ દબાવવાની પણ જરૂર.
આ ટેક્નોલોજી ડ્રાઇવરની સુવિધાના હિસાબથી ડ્રાઇવિંગની સુવિધા આપશે. એમાં ફિંગરપ્રિન્ટ ડેટાથી ડ્રાઇવરની પ્રાથમિક્તાને ઓળખવા, સીટ પોઝિશન ઓટોમેટિક એડજસ્ટ થવા, કારના ફીચર કનેક્ટ કરવા અને ડ્રાઇવરના હિસાબથી સાઇડ વ્યૂ મિરર એન્ગલને એડજેસ્ટ કરવા જેવી સુવિધાઓ સામેલ છે.