ઘરમાં પ્રાણીને રાખી પરિવારનાં એક સભ્યનો જ દરજ્જો આપવામાં આવે છે અને તેની સાથે એટલી તો ગાઢ લાગણીના સંબંધો બંધાયા હોય છે કે આપણી નાનામાં નાની વન પણ તેની સામે કહેવાનું ચુંકતા નથી પરંતુ એ વાત કહ્યા બાદ જો એ મુંગુ જનાવર પણ તમારી વાતનો જવાબ આપે તો સોનામાં સુંગંધ ભળી હોય તેવો અહેસાસ થાય છે તો હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે તમે તમારા પાલતુ પ્રાણી કૂતરા કે બીલાડી સાથે વાત કરી શકશો
USની નોર્થન અરાઇઝોન યુનિ.ના પ્રોફેસર કોન સ્લોબોડચીકોફના કહ્યા પ્રમાણે પ્રાણીઓ પાસે જુદા- જુદા કલરના કપડા ઓળખવા માટેના શબ્દો હોય છે અને આ થીયરી પર અન્ય પ્રાણીઓની ભાષા- ઓળખવા માટે વધુ પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સનો સોફ્ટવેર વારી પ્રાણીઓ પર રીસર્ચ કરાયું હતું જેના તારણમાં કૂતરાઓ પાસે એક સોફેસ્ટીકેટેડ ભાષા હોય છે જેનાથી તેઓની સાથે કમ્યુનીકેર કરી શકાશે.. આગામી દસ વર્ષ બાદ પાલતુ પ્રાણી જેવા કે કૂતરા, બીલાડી સાથે તેનાં માલિક લાગણીસભર વાતો કરી શકશે તેમજ તેનાં ઉતર સ્વ‚પ પ્રાણીઓ પણ તેનો જવાબ આપતા હશે..