ભારત સરકાર ‘લક્ષ્મી’ બહાર પાડશે
વડી અદાલતે ક્રિપ્ટો કરન્સીના સોદા માટે માર્ગ મોકળો કરતા ગેરકાયદે સોદા અટકાવવા સરકાર હરકતમાં
ક્રિપ્ટો કરન્સી અવા વર્ચ્યુઅલ કરન્સીની વિશ્ર્વસનીયતા ઉપર વર્ષોથી સવાલો ઉઠી રહ્યાં છે. વર્ચ્યુઅલ કરન્સીમાં કૌભાંડ વાની શકયતાઓ ખુબ વધુ છે. આવા સંજોગોમાં વર્ચ્યુઅલ કરન્સીની વિશ્ર્વસનીયતા વધે અને સત્તાવાર સોદા થાય તે માટે ખુદ સરકાર જ લક્ષ્મી નામની ક્રિપ્ટો કરન્સી બજારમાં ઉતારે તેવું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં વડી અદાલતે પોતાના ચુકાદામાં ક્રિપ્ટો કરન્સીના સોદા પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુકેલા પ્રતિબંધને હટાવી દેતા વર્ચ્યુઅલ કરન્સીની ઉપયોગીતા મુદ્દે માર્ગ મોકળો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રિપ્ટો કરન્સીના નામે અનેક વર્ચ્યુઅલ કરન્સીના સોદા થઈ રહ્યાં છે. કરન્સીની લે-વેચ દરમિયાન છેતરપિંડી તી હોય તેવી અવા તો મસમોટા હવાલા કૌભાંડની દહેશતના પરિણામે કેટલાક દેશોમાં ક્રિપ્ટો કરન્સી માન્ય નથી. ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો જેને વડી અદાલતે હટાવ્યો છે. બીજી તરફ ભારત સરકારે પોતાની જ ક્રિપ્ટો કરન્સી બજારમાં ઉતારવાની તૈયારી કરી છે. આ કરન્સીને ‘લક્ષ્મી’ નામ અપાયું હોવાનું જાણવા મળે છે. જેમાં રોકાણકારો રોકાણ કરી શકશે અને ગેરકાયદેસર સોદા અટકશે તેવું જણાય રહ્યું છે.
નોંધનીય છે કે, વર્તમાન સમયે ઈન્ટરનેટ પર અનેક વેબસાઈટો અને ગુગલના પ્લે સ્ટોર પર ઘણી બધી એપ્લીકેશન એવી છે જેના થકી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ-સોદા થઈ શકે છે. ક્રિપ્ટો કરન્સીની લે-વેચ તી દરરોજ કરોડો રૂપિયાના સોદા થઈ રહ્યાં છે. આ સોદા કેટલા અંશે સરકારના કાયદાના દાયરામાં છે તેના પર વારંવાર સવાલો ઉઠતા હોય છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા સંચાલીત વેબસાઈટો અવા એપ્લીકેશનમાં તાં ર્આકિ વ્યવહારો પર સરકારની દેખરેખ ઘણા અંશે ઓછી છે. પરિણામે સરકાર પોતાની જ ક્રિપ્ટો કરન્સી બજારમાં ઉતારે તે હિતાવહ હોવાનું જાણવા મળે છે.
વડી અદાલતે ગઈકાલે મહત્વના ચુકાદામાં ક્રિપ્ટો કરન્સીના સોદા પર રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં મુકેલા પ્રતિબંધને હટાવી લેતા હવે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના સોદા કાયદેસરના બની ગયા છે. ક્રિપ્ટો કરન્સી મુદ્દે આરબીએલનો સર્ક્યુલર અપ્રમાણસરનો હોવાનો મત વડી અદાલતે વ્યકત કર્યો છે. નોંધનીય છે કે, ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસો. ઓફ ઈન્ડિયા દ્વારા રિઝર્વ બેંકના પ્રતિબંધને પડકારાયો હતો અને દાવો કરાયો હતો કે, ક્રિપ્ટો કરન્સી કોઈ ચલણ નહીં પરંતુ કોમોડીટી છે. જો કે, ક્રિપ્ટો કરન્સી મુદ્દે લોકોમાં રહેલા કેટલા સવાલોના હજુ પણ યોગ્ય જવાબ મળી શકયા નથી.
- ૧૬૫૮ પ્રકારની ક્રિપ્ટો કરન્સી વિશ્ર્વભરના ચલણમાં
ભારતમાં સામાન્ય રીતે બીટ કોઈનને ક્રિપ્ટો કરન્સી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયે ૧૬૫૮ જેટલી ક્રિપ્ટો કરન્સી વિશ્ર્વભરમાં ક્યાંકને ક્યાંક ચલણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રો પાસેથી મળતા આંકડા મુજબ ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ ૨૨૧ બીલીયન ડોલર જેટલું છે. સામાન્ય રીતે લોકો બીટ કોઈન, ઈેરીયમ, એકસઆરપી, બીટ કોઈન કેસ, તેર, લાઈટ કોઈન, ઈઓએસ, બીનાન્સી કોઈન, બીટ કોઈન એસવી અને સ્ટેલર જેવી ક્રિપ્ટો કરન્સીને ઓળખે છે. ક્રિપ્ટો કરન્સીને લઈ અનેક કૌભાંડો પણ વિશ્ર્વમાં દેખાયા છે.