રેપ કેસ જેવા સંવેદનશીલ ચુકાદા લાઈવ ન કરવા કેન્દ્રનું સુચન
કાર્ય પ્રણાલીમાં પારદર્શકતા લાવવા માટે સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી લાઈવ સ્ટ્રીમીંગ દ્વારા બતાવવાની મજૂરી આપી છે. સરકારે કહ્યું હતુ કે ટ્રાયલ કોર્ટમાં સ્ટ્રીમીંગ સફળ રહેશે તો અન્ય કોર્ટોમાં પણ પાયલોટ પ્રોજેકટથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટીસની આગેવાની ખંડપીઠમાં નિર્ણય લેવાયો હતો કે લાઈવ સ્ટ્રીમીંગ વધુ પારદર્શકતા માટે મહત્વનું રહેશે કેન્દ્રએ કહ્યું હતુ કે કોર્ટમાં મીડીયા રૂમ પણ બનાવવામાં આવે તેમા લોની પ્રેકટીસ કરનારા, વકિલો અને અન્ય મુલાકાતીઓ બેસીને લાઈવ સ્ટ્રીમીંગ જોઈ શકે.
તેથી કોર્ટ રૂમમાં ઓછી ભીડ થશે અને સુવિધા પણ મળી રહેશે જો કે કેન્દ્રએ એ પણ ધ્યાન દોર્યું હતુ કે યુવા વર્ગને ખાનગીકરણ અથવા લગ્નને લગતા ચુકાદાનું લાઈવ કરવામાં ન આવે એર્ટની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતુ કે અમુક પરિસ્થિતિમાં આરોપીની સુરક્ષાને લઈ લાઈવ સ્ટ્રીમીંગની મંજૂરી આપવામાં આવશે નહી રેપ કેસ , સામાજીક લાગણીઓ સાથે જોડાયેલા ચુકાદાઓ અંગે ખાનગીકરણ રાખવામાં આવશે.