ચાર દિવસ કરતા પણ પહેલા કેસોનું લીસ્ટીંગ કરવા માટે વકીલે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ કેસને તાત્કાલીક ચલાવવા માટે અરજી કરવી પડશે
સામાન્ય રીતે કોર્ટમાં કેસ થાય પછી બંને પક્ષોને લાંબા સમય સુધી કેસ શરૂ થવાની રાહ જોતા હોય છે. કેસ શરૂ થયા બાદ પડતી મુદતો અંગે જાણકારી મેળવવાની પક્ષકારોને મુશ્કેલી પડતી હોય છે. જેથી સુપ્રીમ કોર્ટે એક નવી પધ્ધતિ બનાવવા જઈ રહી છે કે જેમાં નવો કેસ ફાઈલ થવાના ચાર દિવસની અંદર સુનાવણી માટેની તારીખ મળી જશે જો કોઈ કેસમાં પક્ષકારોને ચાર દિવસથી રાહ જોવી ન હોય તો વકીલો સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર પાસે આ કેસ તુરંત સુનાવણી યોજવા અરજી કરી શકશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ અંગે ગઈકાલે જણાવ્યું હતુ કે અમે એક પધ્ધતિ પર કામ કરી રહ્યા છીએ જેમાં કોઈ નવો કેસ ફાઈલ થયાના ચાર દિવસમાં આપમેળે સુનાવણીની તારીખ પક્ષકારોને મળી જશે જો કોઈ કેસમાં પક્ષકારો ચાર દિવસની રાહ જોવા તૈયાર ન હોય તો તેના વકીલો સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને આ કેસને તાત્કાલીક ચલાવવા અરજી કરી શકશે જેથી, આ કેસ તાત્કાલીક ચલાવવા માટે તુરંત યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ન્યાયમૂર્તિ એમ. નાગેશ્વર રાવ અને સંજીવ ખન્નાની બેંચ સમક્ષ વકીલોએ એવી ફરિયાદ કરી હતી કે તેમનો કેસ ત્રણ દિવસ થયા રજૂ થયો હોવા છતાં તે લીસ્ટેડ થયો નથી જે બાદ સીજેઆઈએ ગોંગોઈએ પ્રતિક્રિયા આપતા આ પધ્ધતિ પર કામ કરી રહ્યાનું જણાવ્યું હતુ. સામાન્ય રીતે અરજી દાખલ કર્યા પછી તેમના કેસમાં તાકિદની સુનાવણી આપવા રાહત મેળવવા વકીલ અથવા દાવેદારે આ બાબતનો ઉલ્લેખ મુખ્ય ચીફ જસ્ટીસની અધ્યક્ષતા હેઠળની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્યકાળ સંભાળતાની સાથે જ ૩જી ઓકટોબરે રંજન ગોંગોઈના કાર્યાલય દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે પ્રાથમિક કે તાકીદે ઉલ્લેખ કરવાના કેસની સુનાવણી માટેના કેસોની તાત્કાલીક સુનાવણી માટેના મુદાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જે બાદ જ કાર્યવાહી હાથ ધરાશે સીજેઆઈ ગોગાઈએ પછી જણાવ્યું હતુ કે કેટલાક કિસ્સાઓ તેના માટે નકકી ન થાય ત્યાં સુધી કોઈ કેસની તાકિદે ઉલ્લેખ કરવાની મંજુરી આપવામાં આવશે નહી અને પરિણામો પર કામ કરીશુ અને આપણે જોઈશુ કે તેનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવશે. કોઈને કાલે ફાંસી આપવામાં આવવાની હોય તો આવા કેસને તાત્કાલીક સુનાવણી માટે હાથ પર લઈ શકાય.