પાંચ બાળકોથી શરુ થયેલી વિશ્વનીડમ સંસ્થા આજે બની વટવૃક્ષ: જુનથી ૩૦ રૂમના વિશાળ બિલ્ડીંગમાં બાળકો શિક્ષણ લેશે: અત્યાર સુધીમાં ર૦૦૦ બાળકોએ કોલેજ સુધીનું શિક્ષણ મેળવ્યું: દાતાઓનો વિશેષ સહયોગ
વિશ્વનીડર સંસ્થા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારના બાળકો ભીક્ષાવૃતિ તરફ ન વળે અને શાળાએ જઇ શુસંસ્કારી બને પોતાની જાતે સારુ નરસુ, સમજતા થાય, વાંચતા થાય, લખતા થાય અને નાનો મોટો વેપાર ધંધો કરી શકે તેવા શુભાશયથી રાજકોટમાં શરુઆત શહેરના લક્ષ્મીનગર ઝુપડપટ્ટી વિસ્તારથી કરી હતી. અને આજે આ વિશ્વનિડર પરિવારમાં રેગ્યુલર ૧૦૦૦ હજાર જેટલા બાળકો ભણી રહ્યા છે. જે સંસ્થા વિશ્વનિડરના નેજા હેઠળ શહેરની જુદી જુદી નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.અને એથી પણ આગળ એક રૂપિયા વગર શરુ થયેલી ઝુપડપટ્ટી કલાકસ-સ્કુલ આજે પોતાનું કરોડો રૂપિયાનું વિશ્વનિડર ગુરુકુલમ સ્થાપવા જઇ રહી છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ છે.
આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા વિશ્વનિડરના જીતુભાઇએ જણાવ્યું હતું કે રાજકોટની ભાંગોળે કાલાવડ રોડ ઉપર ઇશ્વરીયાના પાદરમાં રસિકભાઇ પટેલ (ડોબરીયા) પાસેથી વિશ્વનિડરએ ૧૦૦ ટકા દસ્તાવેજ સાથેની ૭૬૦ વાર જમીન ખરીદી છે.
આ જમીન ઉપર ગ્રાઉન્ડ ફલોર અને ર માળ ધરાવતી ૩૦ રૂમ સમેતની સુવિધા ધરાવતું ગુરુકુળ બનાવવાનું આયોજન છે.આ ગુરુગુળ જુનથી શરુ થઇ જશે તેમાં પ્રાથમીક શિક્ષણ (ધો. ૧ થી ૮) રહેશે. સાથે પ્રી. સ્કુલ બાલમંદીર રહેશે. સ્કુલ ઓન વ્હીલ્સનુ પણ આયોજન છે. બાદમાં ધો. ૯,૧૦,૧૧,૧૨ નો પ્રારંભ કરાશે
શરૂઆતમાં બે પાંચ બાળકો હતા સમયાંતરે તેમાં બીજા મિત્રો પણ જોડાયા અને શિક્ષણ વિસ્તરતું ગયું સેવા પ્રસરતી ગઇ આજે લક્ષ્મીનગર ઉપરાંત રૈયાધાર, છોટુનગર, વૈશાલીનગર, રામાપીરનો ટેકરો, ધરમનગર, પારીજાત, નટરાજનગર, સાધુ વાસવાણી રોડ, નંદનવન (સ્ટલીંગ હોસ્પિટલની પાછળ) ગોવિંદનગર, પાઠક સ્કુલ પાસે, લક્ષ્મીનગરનો ઢોરો સહીત ૧ર સેન્ટર ચાલી રહ્યા છે.
ગેલેકસી સ્કુલ દ્વારા બસ, રોટરી કલબ મીડટાઉન દ્વારા બસ હોપ ફાઉન્ડેશન હોસ્ટેલ બિલ્ડીંગ, એસ. ફાઉન્ડેશન હોસ્ટેલ બિલ્ડીંગ, એસ.બી.આઇ. બેંકમારુતી ઇકો ગાડી તેમજ મુંબઇ જૈન યુવક સંઘ માતા-પિતા સ્મૃતિ ટ્રસ્ટ સેલીબ્રેશન પાર્ટી પ્લોટ, કેરીંગ ફેન્ડસ મુંબઇ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત સંતો-મહંતોને પણ સહયોગ રહ્યો છે.
વિશાળ હોસ્ટેલ અને કલાસ ઓન વિલ્સ (ફરતી બસમાં કલાસ) ની યોજના આકાર લઇ રહી છે. જેનો કુલ ખર્ચ ૫.૨૫ કરોડ થવા છે. દાતાઓ માટે સંપર્ક સૂત્ર મો. ૯૪૨૭૭ ૨૮૯૧૫ છે.અહિં ભણતા કેટલાક વિઘાર્થીઓ જી.પી.એસ.સી. અને યુ.પી. એસ.સી. ની પરીક્ષા પાસ કરવાની ખેવના ધરાવે છે.