સવારે ભૂલો પડેલો સાંજે પાછો ઘેર આવ્યો ! હવે સ્કુલ-ફીનો પણ વારો?
ધોરણ પાંચ સુધી માતૃભાષામાં જ અભ્યાસ: બદલાવ આવકાર્ય
આપણે ત્યાં એક કહેવત છે કે, સવારે ભૂલો પડેલો માણસ જો સાંજે પાછો ઘેર આવી જાય તો એને ભૂલો પડયો ન ગણાય!
આપણા ગુજરાત રાજયમાં અને લગભગ બધે જ પ્રાથમીક શિક્ષણ ભામૃભાષામાં જ હોવું જોઇએ એ વિષે સારી પેઠે ચર્ચાઓ વિચાર વિમર્શ અને દ્રષ્ટિકોણની આપ-લે થતા રહ્યા છે અને અવનવી ટીકા ટીપ્પણીઓ થતી રહી છે.
કોન્વેન્ટનાં કમ્પાઉન્ડમાંથી ગુજરાત ભાષા તદ્દન ગુમ થઇ છે એવો ઘ્વનિ વ્યકત થતો આપણે સહુએ સાંભવ્યો જ છે.
મહાત્મા ગાંધીજીથી માંડીને નાનાભાઇ ભટ્ટ સુધીના શિક્ષણ ક્ષેત્રના મહારથીઓએ પ્રાથમીક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ એવો સ્પષ્ટ મત દર્શાવીને તેના ઉપર ભાર મુકયો હતો.
આ અંગેનો નવી દિલ્હીનો અહેવાલ દર્શાવે છે એ મુજબ નવા એચઆરડી મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશકે પદ સંભાળ્યું તેના થોડા સમય પછી જ નવી એજયુકેશન પોલીસો બનાવી રહેલી કમિટીએ તેનો ડ્રાફટ સોંપ્યો. આ પોલીસીની રાહ લગભગ બે વર્ષથી જોવાઇ રહી હતી અને આખરે તે તૈયાર થઇ મંત્રાલય પહોચી ગઇ છે. પોલિસીમાં સૌથી વધુ ફોકસ ભારતીય ભાષાઓ પર અપાયો છે. તેમાં કહેવાયું છે કે, બાળકોને ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં ભણાવવા જોઇએ. સાથે જ શરુઆતથી જ બાળકોને ત્રણ ભારતીય ભાષાઓનું જ્ઞાન આપવું જોઇએ. જો વિદેશી ભાષા પણ ભણવી છે તો તે ચોથી ભાષા તરીકે હોઇ શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શરુઆતથી પ્રાઇમરીનો અભ્યાસ માતૃભાષામાં કરાવવાની પ્રાઇમરીનો અભ્યાસ માતૃભાષામાં કરાવવાની માગ કરતો રહ્યો છેે સંઘ સાથે સંબંધીત સ્કુલોનું એવું કરવામાં પણ આવે છે.
નવી એજયુકેશન પોલીસીમાં કહેવાયું છે કે, બાળકોને લઇને ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધી અને આમ તો આઠમા ધોરણ સુધી માતૃભાષામાં જ ભણાવવા જોઇએ, અને પહેલા ધોરણમાં બાળકોને ત્રણ ભારતીય ભાષાઓવિશે પણ ભણાવવું જોઇઅ, જેમાં તે બોલવાનું શીખે અને તેની સ્ક્રિપ્ટ ઓળખે અને શીખે, ત્રીજા ધોરણ સુધી માતૃભાષામાં જ લખે અને તે પછી બે અન્ય ભાષાઓ લખવાનું પણ શરુ કરે, જો કોઇ વિદેશ ભાષા પણ શીખવા ઇચ્છે છે તો તે આ ત્રણ ભારતીય ભાષાઓ ઉ૫રાંત સૌથી ભાષા તરીકે ભણાવવામાં આવે.
નવા એજયુકેશન પોલીસી ડ્રાફટમાં પ્રાઇવેટ સ્કુલો દ્વારા મનફાવે તેમ ફી વધારવા પર પણ લગામ કરાવા કહેવાયું છે. તેમાં કહેવાયું છે કે, સ્કુલોને ફી નકકી કરવાની છૂટ હોવી જોઇએ, પરંતુ તેઓ એક નિશ્ર્ચિત લિમિટ સુધી જ ફી વધારી શકે છે. તેના માટે મોંધવારી દર અને બીજા ફેકટર જોઇ એ નકકી કરવાનું રહેશે કે તે કેટલા ટકા ફી વધારી શકે છે. દર ત્રણ વર્ષમાં રાજયોની સ્કુલ રેગ્યુલેટરી ઓથોરીટી જોશે કે તેમાં કયા કયા ફેરફાર કરવાના છે. ફ્રી નકકી કરવાને લઇને રાષ્ટ્રીય બાળ આયોગ પણ પહેલા ગાઇડલાઇન આપી ચુકયું છે. તેમાં પણ કહેવાયું છે કે, મોંધવારી દર અને બીજા જરુરી ફેકટરના આધારે નકકી થાય કે પ્રાઇવેટ સ્કુલ કેટલી ફી વધારી શકે છે. બાળ આયોગે તો તેનું ઉલ્લધન કરનારા પર કડક કાર્યવાહીની જોગવાઇની પણ ભલામણ છે.
બાલમંદીરથી યુનિવર્સિટી કક્ષાના શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તનની આવશ્યકતા છે. તો એની સંપૂતિના આયામો વિષે પણ ચિંતન કરવું પડશે.
શિક્ષણના સ્વાયત્તતાનો નાદ ઊઠ અને શિક્ષણકારો શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણની નીતી ઘડે તે અનિવાર્ય છે.
કાકા કાલેકલરે કેળવણીને બોલતી કરી છે, અને તે કહે છે.
હું સત્તાની દાસી નથી….
કાયદાની કિકરી નથી…
વિજ્ઞાનની સની નથી…
કળાની પ્રતિહારી નથી…
અર્થશાસ્ત્રની બાંદી નથી…
હું તો ધર્મનું પુનરાગમન છું.
મનુષ્યના હ્રદય, બુઘ્ધિ તેમ જ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું…..
માનસશાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર એ બે મારા પગ છે….
કળા અને હુન્નર મારા હાથ છે
વિજ્ઞાન મારુ મસ્તિષ્ક છે
ધર્મ મારું હ્રદય છે…
નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે…
ઇતિહાસ મારા કાન છે….
સ્વાતંત્ર્ય મારો શ્ર્વાસ છે…
ઉત્સાહ અને ઉઘોગ મારા ફેફસા છે.
ધીરજ મારું વ્રત છે.
શ્રઘ્ધા મારું ચેતન્ય છે…
આવી હું જગદંબા છું….
મારી ઉ૫ાસના કરનાર બીજા કોઇનો ઓશિયાળો નહી રહે એની સર્વકામના મારી મારફતે તૃપ્ત થઇ શકે તેમ છે.
આપણે કેળવણીનો આવી રહેવા દીધી છે ખરી?
સવાલનો જવાબ હા-માં આપી શકાય તેમ નથી.
કેન્દ્રની નવી શિક્ષણ નીતી દેશભરના ગરીબોને પરવડે તેવું ઉચ્ચ શિક્ષણ આપવા સદૈવ કટિબઘ્ધ રહે તેવી હોવી જોઇએ. ઇશ્ર્વરે સર્જેલા તમામ મનુષ્યોને એક સરખું માનવ ગૌરવ મળી રહે તેવી જોઇએ અને કોઇપણ બહારના આક્રમણ સામે ટકકર ઝીલી શકવાની ત્રેવડ બક્ષે તેવી હોવી જોઇએ અને આખા દેશની પ્રજાને એકતાની મજબુત ગાંઠે બાંધી આપે તેવી હોવી જોઇએ.
આવી આંતરીક સઘ્ધરતા મીશનરી શિક્ષકો અને ઘ્યેયને સમર્પિત લોકો જ આપી શકે!
આ નવી શિક્ષણ નીતી ક્રમે ક્રમે આખા દેશને રાષ્ટ્રીય ચારિત્ર્યની ઓજસ્વિતા આપી શકે એમ માનવામાં અતિશયોકિત નહિ લેખાય… નવા મનુષ્યો જન્માવવાની ત્રેવડ અને ચાણકય સમા સપૂતો ઘડી આપવાની ત્રેવડ નવી શિક્ષણ નીતીના સ્વરુપ ઉપર અને તેના અમલ ઉપર આધાર રાખરે એ નિર્વિવાદ છે.