બી.ટેકનો અભ્યાસ કરી બેંગ્લોરથી પરત ફરતા મહેશભાઈ કવાડને વડોદરા જિલ્લામાં એક બાળકને બોરવેલમાં ડુબતા જોઈને વિચાર આવ્યો: આગામી સમયમાં પી.એમ.ઓ. કાર્યાલયે પ્રધાનમંત્રીને રોબર્ટ અર્પણ કરશે

રાજુલાનાં યુવાન મહેશભાઈ કવાડે બી.ટેક.નો અભ્યાસ બેંગ્લોર યુનિ.માં કર્યો છે. તેઓ ત્યાંથી રાજુલા પરત ફર્યા ત્યારે એક વર્ષ પહેલા વડોદરા જિલ્લાનાં એક ગામે બે વર્ષની ઉંમરનો એક બાળક બોરવેલમાં પડી ગયો હતો અને ડુબી રહેલા બાળકને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા જે ચાલતી હતી તે ટીવીમાં લાઈવ પ્રસારણમાં બતાવાતી હતી. આ બચાવ કામગીરી પછી પણ તંત્ર ડુબેલા બાળકને બચાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

આ સમગ્ર ઘટના તેઓએ ટીવીમાં જોઈ હતી ત્યારે વિચાર આવ્યો કે પોતે વૈજ્ઞાનિક સ્નાતક છે. વિજ્ઞાન સાથે ધરોબો છે આવી ઘટના હવે કયાંય ઘટે તો ઘટનામાં જે બાળ બોરવેલમાં ફસાયુ હોય તેને હેમખેમ કેમ બહાર લાવવું તે માટે તેઓએ સાતેક મહિના સુધી સતત વિચાર વિનીમય કર્યો. વડોદરાનાં ગામે જે બાળક બોરવેલમાં ડુબી રહ્યો હતો તેને જીવીત બહાર લાવવા તંત્ર દ્વારા દોરીના લુપ (ગાળીયા) બનાવીને બાળકને બહાર કાઢવાનાં પ્રયત્ન કરતું હતું પરંતુ દોરીનાં લુપમાં આવેલ બાળક ફરી લુપમાંથી છુટુ પડી જતા તે ફરી બોરવેલમાં જતું રહેતું આવા દ્રશ્યો જોયા પછી મહેશભાઈને વિચાર આવ્યો કે આ માસુમ બાળકને બચાવવા તંત્રએ ૩૦ કલાકની લીધેલી ભારે જહેમત પછી પણ સફળ ન થતા આવા બનાવોમાં આપણે પણ કંઈક નવું શોધવું જોઈએ એ વિચારે એક વિચાર સ્ફુરતા બોરવેલનાં ક્રેસીંગમાં આપણે જો એક નાનો રોબટ બનાવીએ તો આવા બનાવોમાં બાળકની જીંદગી બચાવી શકીએ.

now-the-boy-will-not-lose-his-life-in-the-borewell-rajushas-maheshbhai-prepared-the-modern-robot
now-the-boy-will-not-lose-his-life-in-the-borewell-rajushas-maheshbhai-prepared-the-modern-robot

આવા ઉમદા વિચાર સાથે તેઓએ ૭૦ હજાર રૂપિયાનાં ખર્ચે એક નવા રોબટનું સર્જન કર્યું આ રોબટની લંબાઈ ૩ ફુટ છે જયારે પહોળાઈ ૧૦ ઈંચની છે અને વજન ૩ કિલોનું છે. કયારેય કયાંય પણ બોરવેલમાં કોઈ બાળક ફસાઈ જાય તો જે રીતે માણસ બાળકને તેડી શકે તેજ રીતે આ રોબટ પોતાના હાથ વડે બાળકને તેડી બોરવેલ ઉપર ઉભેલા સહાયકો દોરી વડે રોબટને ખેંચીને બાળકને બહાર સુધી લઈ આવે અને નિર્દોષ ફુલ જેવા બાળકો મોતને ઘાટ ન ઉતરે તેવા શુભ આશયથી આ કાર્ય મહેશભાઈએ કર્યું છે.

બોરવેલમાં ફસાયેલા બાળકને રોબટ કઈ રીતે બહાર લાવી શકે તે સઘળો પ્રોગ્રામ રોબટ સાથે લઈ જઈ મહેશભાઈએ પ્રધાનમંત્રીના પી.એમ.ઓ કાર્યાલયનો સંપર્ક કર્યો છે અને પી.એમ.ઓ.માંથી રોબટ સાથે રૂબરૂ મહેશભાઈને બોલાવાયા છે એટલે તેઓ ત્યાં જઈ અને સઘળી હકિકત રજુ કરી. રોબટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરશે કે જેથી આ ટેકનોલોજીને દેશભરમાં પહોંચાડી શકે.  મહેશ કવાડનાં જણાવ્યાનુસાર ભારતભરમાં બોરવેલમાં બાળકો ફસાતા હોય તેવા બનાવોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરીયાણા, મધ્યપ્રદેશ, તામીલનાડુ અને કર્ણાટકમાં આવા બનાવોનું પ્રમાણ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.