જાહેર ક્ષેત્રની પ્રથમ ક્રમની બેંકના એચઆર બોર્ડે લીધો નિર્ણય
આનંદો… બેંકના કર્મચારીઓ હવે ઘરે બેઠા કામ કરી શકશે. એસબીઆઈએ તેમના કર્મીઓ માટે આ ઘરે બેઠા કામ કરોની નવી સીસ્ટમ લોંચ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એચઆર બોર્ડે તાજેતરમાં જ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા કામ કરોની પોલીસીને મંજૂરી આપી છે. આમાં મોબાઈલ કોમ્પ્યુટિંગ ટેકનોલોજીસને ઉપયોગમાં લેવાશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકના વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે સેલ, માર્કેટિંગ, સીઆરએમ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, સેટલમેન્ટ એન્ડ ટીકન્શિલિયેશન, કમ્પ્લેન મેનેજમેન્ટ એપ્લિકેશન વિગેરેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ પોલીસીમાં સમાવી લેવામાં આવશે.
વર્ક ફ્રોમ હોમ પોલીસી લાગુ કરવા પાછળનો હેતુ શું?
આ પોલીસી લાગુ કરવા પાછળ જાહેર સેકટરની પ્રમક્રમની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજમેન્ટનો હેતુ બેંક કાર્યવાહી વધુ સુચા‚ રૂપે કરવાની છે. જો કે તમામે તમામ કર્મચારીઓને આ પોલીસી હેઠળ નહીં આવરી લેવાય. આમાં પણ ટર્મ્સ એન્ડ ક્ધડીશન્સ હોઈ શકે છે તેમ જાણકાર સૂત્રોએ જણાવ્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, મેટરનીટી લીવ પર રહેલી બેંક કર્મચારીઓ માટે પણ કંઈક અલાયદી પોલીસી છે. ટૂંકમાં આ પોલીસીથી બેંકનું કામ વધુ સુચા‚ ઢંગી થશે.