• સાસણ ગીર અભ્યારણ્યમાં પાણીનાં કૃત્રિમ પોઇન્ટ બનાવવામાં આવ્યા
Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty
Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty

Junagadh News : એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાય ગયા છે. ત્યારે વન્યપ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જુનાગઢના સાસણ ગીર અભ્યારણ્યમાં કૃત્રિમ પાણી ના 500 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty
Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty

ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને ગરમી બફારો દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જેથી કીડી થી લઈને સિંહ સુધીના તમામ જીવ જંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં ચાર પ્રકારે પાણીનાં પોઈન્ટ કામ કરી રહ્યા છે જેમાં સોલાર પેનલ પવનચક્કી મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે.

Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty
Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty

ગીર જંગલમાં દર બે થી ત્રણ કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવી છે તેમ જ આ કુંડીઓમાં સમયાંતરે પાણી તેમાં નાખવામાં આવે છે.પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવી છે જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ સોડિયમ ઇટને ચાંટી ને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે છે. આમ પવનચક્કી સોલાર થી અને ટેન્કરો મારફત જીવ જંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે વનવિભાગ સજ્જ છે.

Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty
Now the animals in Sasan Gir Sanctuary will not be thirsty

વન વિભાગ જુનાગઢ

આમ, ગીર અભયારણ્ય માં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ પાણી ના સ્ત્રોત ની સુવિધા ઉભી કરવામાં આવી છે આ સુવિધા જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી કૃત્રિમ જળાશયો બનાવી તેમાં પાણી ભરી રાખવાથી સિંહ સહિત ના વન્ય પ્રાણીઓને ને મોટી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.