કવિશ્રીઓ, લેખકો, સાહિત્ય સ્વામીઓ, કથાકારોએ બીડું ઝડપવું પડશે! હરિનાં લોચનિયાં,
પૂજારી પાછો જા, કોચા ભગતની કડવી
વાણી હવે યુગાવતાર કયારે? નવયુગની માંગ!

 

‘સિમાજકો બદલ ડાલોર્’ ભૂતકાળની એક ફિલ્મનું નામ….

ચલ ચલ રે નવજવાન…. રુકના તેરા કામ નહિ, ચલના તેરી શાન, ચલ ચલ રે નવ જવાન….

જીવન હૈ સંગ્રામ બન્દે જીવન હૈ સંગ્રમ….

દૂર હટો ઓ દુનિયાવાલો, હિન્દુસ્તાન હમારા હૈ….

અપની આઝાદી કો હમ હરગિઝ મિટા શકતે નહિ! સર કટા શકતે હૈ  હમ પર સર ઝૂકા શકતે નહિ…

વતન કી રાહ મેં વતન કે નવજવાં શહીદ હો… શહીદ તેરી મોત હી તેરે વતનની જિન્દગી, તેરે લહુ સે જાગ ઊઠેલી ઇસ ચમન કી જિન્દગી…. ખીલેંગે ફૂલ ઉસ જગાયે તૂમ જહાં શહીદ હો…

સારે જહાંસે અચછા હિન્દોસ્તાં હમારા… ઘર ઘર મેં દિવાલી હૈ, મેરે ઘર મેં અંધેરા

ભારત કી એક સન્નારીકી હમ કથા સૂનાતે હૈ….

આવો રણકાર આજે કયાં છે?

આવો લલકાર આજે કયા છે?

આખો દેશ શૂરતાનો સુમરો આંજીને, કુરબાનીનાં કસુંબલ રંગે રંગાઇને જાગી ઊઠયો હતો.

હવે ફરી 65 કરોડ દરિદ્રો, ગરીબો, બેરોજગારો, મજુરો, કારખાનેદારો અને પીડીત મહિલાઓનો અવાજ ઉઠયો છે. ધૂતારાઓ, પાખંડીઓ, દંભીઓ, દગાબાજો, કપટ્ટીઓ અને વચન દ્રોહ કરનારાઓને કહી દેવા કે ધર્મ અને ધર્માદાઓનાં નામે છેતરપીંડી બંધ કરી દો, રાજપુરૂષો અને રાજકર્તાઓ પણ ચેતી જાય… ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે જ, અને ત્યારે ખંડેરની ભસ્ત કણી યે હાથ નહિ લાગે !

એક દિન આંસુભીનાં રે હરિનાં  લોચનિયાં મેં દીધાં

ગુજરાતી કવિ શ્રી કરશનદાસ માણેકે આ કાવ્ય લખ્યું છે…

તેમણે હરિમંદીરમાં હરિવરની આંખોમાં આંસુ જોયાં….

શ્રીનાથજીની આંખોમાં આંસુ……

શ્રી કૃષ્ણની આંખોમાં આંસું….

હનુમાનજી મહારાજના લોચનમાં સીતારામની જગ્યાએ અશ્રુ….

શ્રી ગણેશની આંખો અશ્રુભીની….

આખા જગતની જનેતા વિશ્ર્વંભરી અંબા માતાની, વાઘેશ્ર્વરી માતાની, ખોડીયાર માતાની આંખોની પાંપણો ભીની ભીની….

ત્રિભુવનનો નાથ કદાપિ કોચવાય ખરો?

શ્રીરામને ગળે તે બોલી ન શકે એવો ડૂમો આવે ખરો?

શિવશંકર આટલા બધા ગદ્દગદ્દ ?… શું કામ?

આપણા કુળદેવી – જયાં હોય ત્યાં – તેમને આવું બધું  જોવું ગમે ખરું ?

આપણા શૂરાપૂરાઓ, બાપદાદાઓ આપણા ભગવાનની આંખોમાં આંસુ હોય તે સહન કરી શકે ખરાં?…

મીરાબાઇએ તો એવું કહ્યું છે કે, રાણોજી રૂઠે તો મેવાડ છોડાવે, પણ પ્રભુની રૂઠે તો કયાં જાશું?

આપણા સનાતન ધર્મી મંદિરમાં આપણે જ પ્રતિષ્ઠિત કરેલા પરમેશ્ર્વરનાં લોચન આંસુભીનાં ન જ થાય એ જોવાનો ધર્મ આપણે સહુએ સાથે મળીને બજાવવાનો છે.

આપણા અમૂલ્ય મનુષ્યજીવનને સાર્થક કરવા અને સદભાગ્યે જ સાંપડતી માનજીન્દગીનો સદુપયોગ કરીને વૈકુંઠને પામી લેવાની અનેક યોનિઓમાં ફરી ફરીને મળેલી દૈવીતકને વૈશ્ર્વિક માયાજાળ વચ્ચે ખોઇ ને બેસવાના શુભ હેતુથી અને દેવદેવીઓની અસીમ કૃપાથી આપણે આ મનોહારી મંગલમય મંદીર સ્થાપ્યું છે. જે માટીમાં આપણો જન્મ થયો, જે માતાએ સુખદુ:ખ વેઠીને આપણી કાયામાં જતન કર્યા, જે ભૂમિ પર અગમ્ય રીતે આપણું પાલન પોષણ થયું, પિતાજીએ હાથ ઝાલીને ઘરનાં ઉંબરેથી શેરી દેખાડી અને આ જગતની વચ્ચે મૂકીને વિશાળ જગતની સાથે બોલતાં ચાલતાં શીખવ્યું અને સનાતન ધર્મનાં સંસ્કાર-સંસ્કૃતિનું આપણામાં સિંચન કરીને આખરી વિદાય વખતે હરિમંદીરને તથા ગુરુજનોને સોંપ્યા, એનું ઋણ આપણે વાળવાનું છે અને આપણા સંતાનોને એ વારસામાં આપવાનું છે.

આપણું મંદિર આનું સાક્ષી બની શકે છે.

મનુષ્યો મૃત્યુ પામે છે. એના સંસ્મરણો મૃત્યુ પામતા નથી. સંસ્કાર મૃત્યુ પામતા નથી. સંસ્કૃતિ મૃત્યુ પામતી નથી. ગંગા, જમુના, ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, વારાણસી, બદ્રીનાથ:, ઋષિકેશ તમામ હરિ મંદીરો અને તીર્થ સ્થાનો આપણી સંસ્કૃતિ અને આપણા પિતૃઓની આપણા પ્રત્યેની શુભ દ્રષ્ટિનાં પ્રતિકો છે, એની જાળવણીમાં આપણું અને આપણાં  સંતાનોનું સુખ છે. એવાથી વિમુખ થવાનું આપણને ન પાલવે કારણ કે વિનાશક બનવાનું છે.

આપણને બધાને વૈકુંટ સમું અને સ્વર્ગસમું સુખ જોઇએ છે. આવું સુખ અને દિવ્યોત્તમ શાંતિ આપણી ઊગતી પેઢીને અને આપણા કાળજાના કટકા સમા દીકરા-દીકરીઓને વારસામાં આપવાનાં છે. આપણા પરિવારની શોભા તથા આબરુ વધારે એ રીતે એમને ઉછેરવામાં છે. શ્રીનાથજી, શ્રી કૃષ્ણ, હનુમાન- બજરંગ બલી, શિવશંકર, શ્રી ગણેશ, વિશ્ર્વંભરી, કુળદેવી, શુરાપુરા અને આપણી આબરુના ભરોસો એમને મૂકી જવાના છે. આખરી વિદાય પવી નવા જન્મ, નવો અવતાર આવશેે પણ તેમાં કયારેય, કયાંય પણ ફરી મળી શકવાના નથી.

હરિ મંદીરો જ આપણા માટે વૈકુંઠનું સાધન બનશે અને આપણો લાડલા સંતાનોને રક્ષશે….

આપણે આવી, અતૂટ શ્રઘ્ધા અને આસ્થા સાથે આપણા શહેરમાં હોંશે હોંશે અને તન, મન, ધનથી સનાતન ધર્મની વિશાળ પૂણ્યભીની પતાકા લહેરાવતું મંદીર સજર્યુ છે.

આપણે એને તન, મન, ધનથી જાળવાનું છે. આપણે દર્શાવેલ વિશ્ર્વાસ અને આસ્થાને કારણે આપણા મંદીરમાં આપણા માવતરના માવતર સમા દેવદેવીઓ તથા પરમેશ્ર્વર – પરમેશ્ર્વરીઓ પધાર્યા છે અને સાક્ષાત મૂર્તિવંત થયા છે અને અખંડ બિરાજયા છે.

એમના થકી જ આપણી અને આપણા સંતાનોની આવતીકાલ ઉજળી બનાવી છે. એમની સમીપે દરરોજ આવીએ. દરરોજ સામુહિક પૂજા કરીએ એમની આરતી ઉતારીએ, નરસિંહ અને મીરાની જેમ સ્તુતિ, ભજન ર્કિતન કરીએ થોડો સમય મંદીર માટે અને ઇષ્ટદેવ માટે કાઢીએ.

મંદીર તમારું છે, આપણું સહુનું સહિયારું છે. આપણા સંતાનોનું છે. આપણી આપણા માતા-િ5તાઓ, બંધુ ભગીનીઓ, પુત્ર-પુત્રીઓ અને ઇશ્ર્વરે રચેલી જીવસૃષ્ટિના અબોલ પશુઓનું પણ છે. આપણે કૃષ્ણવતી એમને જમાડીએ અને લાલન પાલન કરીએ. ગરીબોને મદદ

કરીએ વિકલાંગોનો હાથ ઝાલીએ ઇશ્ર્વરમાં અતૂટ ભરોસો રાખીએ,

મંદિરો આપે છે. ઇશ્ર્વર આપે છે બદલામાં કાંઇ લેતા નથી.

મંદિરોને સમૃઘ્ધ બનાવીએ તો આપણે બધા અને ઊગતી પેઢી સમૃઘ્ધ થશે.

ભગવાન જેને કાંઇક આપવા માગે છે એને જ પોતાની પાસે બોલાવે છે એ નકકી સમજજો… એમની સમીયે સહ્રદય સ્તુતિ કરીને દરરોજ  હાજરી પૂરાવી જૂઓ.. એમનું વરદાન પામશો જ…

એક  જ પરમાત્માના સંતાનો તરીકે આપણે બધા ભાંડુઓ છીએ. ભાંડુઓની જેમ એકબીજાની સાથે હળીયે મળીએ

રોજ ન બને તો નિશ્ર્ચિત દિવસે મિટીંગ કરીએ પરામર્શ કરીએ મંદીરની શોભા તથા પ્રવૃતિઓ વિષે ચર્ચા કરીએ સર્વ સંમત કાર્યક્રમો યોજીએ કાં તો બધા જ એક સરખા મોટા અથવા તો બધા જ એક સરખા નાના!

આપણે આ મંદીરના ચોગાનને વ્રજભૂમિ માં પરિવર્તીત કરીએ અને આપણા સંતાનોને સોંપી જઇએ….

કોઇ માતા તેના સંતાનને આતંકવાદી બનાવવા જન્માવતી નથી, ન કોઇ પિતા તેના પુત્રને અપરાધી બને તેમ ઇચ્છતો નથી….

મંદિરની સંસ્કૃતિ, શ્રવણ સંસ્કૃતિ જ એમ થતાં અટકાવે છે…

આ દિશામાં શુભપ્રયાણ અર્થે પ્રથમ મીટીંગ કયારે બોલાવશું?

તમે સૂચવશો તેમ સાથે મળીને નિર્ણય લેશું,

આપણા ભગવાન, આપણા દેવ દેવીાઓને આપણે આસ્થાપૂર્વક આપણા મંદીરમાં અને હ્રદય-મનમાં સાચવશું અને એ બધા આપણને તથા આપણા પરિવારોને સાચવશે, એમાંથી સર્જાશે વૈકુંઠ!

પછી કોઇ કવિ એમ નહિ લખે કે

એક દિન આંસુ ભીનાં રે

હરિમાં લોચનિયાં મેં દીઠાં!…

અને –

આંસુ ભીનાં લોચન અમીભીનાં બનશે

આપણા વહાલસોયા  સંતાનો એમની સમીપે નાચશે, ગાશે અને પૂણ્ય ભીનો હિલ્લોલ કરશે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.