ભારતના ટોચના વિરાટ અને પ્રતિષ્ઠીત ઉદ્યોગ જુથ ટાટા હવે ‘બાય બાય’ પુરતુ જ મર્યાદિત નહીં પરંતુ નવા ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ધુમ મચાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. ટાટા જુથ નવી ઉભરી રહેલી ડિજીટલ માર્કેટને સર કરવા માટે કમરકસી રહ્યું છે. ટાટા પોતાનો વેપાર એમેઝોન ડોટ કોમ માધાતા ગણાતા રિટેલ માર્કેટના મુકેશ અંબાણી સાથે ઈ-માર્કેટ સર કરવા માટે સજ્જ બની રહ્યું છે. ટાટા સન્સ પ્રા.લી.ની સહયોગી કંપનીઓ કોફી ટુ કેર્સ ૧૧૩ બીલીયન ડોલર જેવી કંપનીઓને આધારે રિટેલ માર્કેટ સર કરવા અને ડિજીટલ પ્લેટફોર્મ પર ફેસબુક, ગુગલ જેવી ટેકનોલોજીના સહારે ધુમ મચાવશે. ટાટા જુથે આ માટે તૈયારીઓ આરંભી દીધી છે. કોરોના વાયરસની કટોકટીની સ્થિતિને લઈને આવેલી અડચણ દૂર થઈને ૪૮૦ બીલીયન રૂપિયાનો ડિજીટલ ધંધો સર કરવા માટે ટાટાએ તૈયારી પૂરી કરી લીધી છે.
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા હવે ડિજીટલ યુગમાં પર્દાપણ કરી રહ્યું છે. ડિજીટલના હેડ પ્રતિપાલ દ્વારા એક નવી એપનું ગયા મહિને જ નિર્માણ કર્યું હતું. પ્રતિપાલ પાસે ત્રણ દાયકાનો સોફટવેર અનુભવ છે. ટાટા હવે વોલમાર્ટ, કેસ્ટો, એલડી, ટાર્ગેટ કોર્પોરેશન, બેસ્ટ બાય કંપની અને માર્ક એન્ડ સ્પેન્સર ગ્રુપની જેમ જ ડિજીટલ માર્કેટ સર કરવા માટે તૈયારી કરી રહી છે.
રિલાયન્સ વધુ એક ‘વોર’ લડવા તૈયાર!
ભારતના ઉદ્યોગ જગતના માધાતા ધીરૂભાઈ અંબાણી દ્વારા અપાયેલા કર લો દુનિયા મુઠ્ઠી મેં, ના સુત્રને રિલાયન્સે અને ખાસ કરીને મુકેશ અંબાણીએ જીવનમાં અક્ષરસ: ગ્રહણ કરી લીધું છે. રિલાયન્સ રિટેલ હરિફોની હંફાવવા માટે વધુ એક વોર માટે સજ્જ બન્યું છે. રિલાન્સના સ્થાપક ધીરુભાઈના સમયથી જ રિલાયન્સની એક આગવી રણનીતિ રહી છે કે તે તબક્કાવાર એક પછી એક પડકારો સામે યુદ્ધ છેડે છે. શરૂઆતમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સર્વોપરિતા પ્રાપ્ત કર્યા બાદ રિલાયન્સની નજર પેટ્રો-કેમીકલ ક્ષેત્ર પર પડી હતી જે અંતર્ગત એશિયાની સૌથી મોટી રિફાઈનરીનું આવિષ્કાર કરી ગેસ અને પેટ્રોલીયમ ક્ષેત્ર પર કબજો કર્યા બાદ રિલાયન્સ ટેલીકોમ ક્ષેત્ર તરફ વળ્યું હતું અને જિયોએ ખરેખર આખી દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી હતી. હવે રિલાયન્સ હરિફોને હંફાવવા માટે પોતાના ઈ-બીઝનેશને વિસ્તૃત કરવા માટે કમરકસી રહ્યું છે. રિલાયન્સ ઈ-કોમર્સ દ્વારા જિયો માર્ટ, ફેશન, સ્માર્ટફોન, ઈલેકટ્રોનિક આઈટમમાં ઓનલાઈન બજારના વેંચાણમાં
એક યુદ્ધની તૈયારી કરીને એમેઝોન, ફીલીપ્સ જેવા ઈ-કોમર્સ ક્ષેત્રના ધંધામાં પગપેશારો કરવા માટે મોટી ડિસ્કાઉન્ટ સ્કીમ લઈને આવી રહ્યું છે. બ્રાન્ડેડ ફેશન, યુપીએલ, કેલ્વીનેટર, સાર્ક બ્રાન્ડ, સ્માર્ટફોનમાં એપલ, સેમસંગ જેવી કંપનીઓના વ્યાજબી ભાવનો મહત્તમ લાભ ગ્રાહકોને આપવા માટે જીયો તૈયારી કરી રહ્યું છે. ૧૩૦૦૦ કરોડની આ બજાર સર કરવા માટે રિલાયન્સ હરિફો માટે નવી વોરનું નિર્માણ કર્યું છે. કંપની તહેવારોના માહોલમાં મહત્તમ પ્રમાણમાં ગ્રાહકોને પોતાની સેવા આપવા માટે વોરની તૈયારી કરી રહી છે.