ચોકલેટ…., નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. દુનિયામાં આટલી ચોકલેટ ખવાતી હોવા છતાં નોંધનીય વાત એ છે કે ચોકલેટ બનાવટી મહત્વની કંપનીઓ ખોટમાં ગઈ છે તેવા સમયે ચોકલેટ બનાવતી હર્ષિઝ કંપનીએ તેના સ્ટાફમાં 15%નો ઘટાડો કર્યો છે. તો જાણીતી કંપની નેસ્લે પોતાનો U.Sનો બિઝનેસ વેચવાના આરે આવી છે. તેવા સમયે આ નિષ્ક્રિયાણ થયેલી કંપનીઓમાં નવો શ્વાસ પૂરવા ચોકલેટ બ્રાઉન સિવાયના નવા ગુલાબી નેચરલ રંગની ચોકલેટ તાજેતરમાં જ લોન્ચ કરી છે.
મહત્વ ની વાત એ છે કે ચોકલેટના આ નવા રંગને શોધવામાં 80વર્ષ લાગી ગયા આ અગાઉ નેસ્લેએ સફેદ રંગની ચોકલેટ માર્કેટમાં મૂકી હતી, ત્યાર બાદ ઝ્યુરિચની એક કંપનીએ ગુલાબી રંગની અને ફ્રૂટ જેવી ફ્લેવર વાળી ચોકલેટ શોધી છે. અને આ ચોકલેટને રૂબી નામ આપવામાં આવ્યું છે. આ ચોકલેટની બનાવટ જોઈએ તો ખાસ પ્રકારના કોકોઆ બીન્સમાં આ ચોકલેટનો નિર્ધાર રહ્યો છે. તેમાં કુદરતી બેરી ફ્લેવરનો સ્વાદ રહેલો છે. જે ખાટોમિઠ્ઠો લાગે છે. ત્યારે જે કંપની દ્વારા રૂબી ચોકલેટ બનાવવામાં આવી છે તેનું કહેવું છે કે આજની યુવા પેઢીને આ સ્વાદ જરૂર પસંદ આવશે અને સાથે સાથે ચોકલેટનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહ્યો છે.
આ ચોકલેટની ખાસવાત એ છે કે જલ્દી પીગળતી નથી, તેનો સંશોધનમાં ખૂબ સમય લાગ્યો છે. જેનું મુખ્ય કારણ ચોકલેટનું મૂળ સ્ટ્રક્ચર, સ્વાદ અને ટેક્સચર જળવાઈ રહે. જે એક અઘરી ઘટના છે. 13વર્ષ અગાઉ આવેલા વિચારને હવે છેક સ્વરૂપ મળ્યું છે. આ 13વર્ષ દરમિયાન રૂબી ચોકલેટ માટે ઉપયોગમાં આવતા બીન્સ આઇવરી કોસ્ટ, એક્વાડોર, બ્રાઝિલ દેશમાં મંગાવવામાં આવે છે તેમજ પ્રોસેસિંગ દરમિયાન બીન્સમથી નીકળતા પાઉડરને કારણે આ ગુલાબી રંગ ચોકલેટને મળ્યો છે. ખસ તો જાણવાનું રહ્યું કે આ રૂબી ચોકલેટનો સ્વાદ અને રંગ કુદરતી છે તેમાં કોઈપણ જાતના ફ્લેવર્સ કે રંગ ઉમેરવામાં નથી આવતા, તો રાહ એ જોવાની રહી કે આવતા વેલેન્ટાઇન ડે સમયે આ રૂબી ચોકલેટ ગુલાબી રંગના હાર્ટ શેપમાં બજારમાં મળી રહે.