સિનેમા ઘરોની કેન્ટીનમાં એમઆરપી કરતા વધુ કિંમતો વસુલવા પર પ્રતિબંધ મુકતી મહારાષ્ટ્ર સરકાર
સિનેમાઘરોમાં ટીકીટ દર કરતા પણ વધુ ખર્ચ નાસ્તા અને પોપકોર્નમાં થતા હોય છે ત્યારે એમઆરપી કરતા પણ વધુ કિંમતો વસુલી લોકોને છેતરવામાં આવે છે. જેને પગલે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજયમાં લોકો મલ્ટીપ્લેકસોમાં પોતાની સાથે નાસ્તો લઈ આવી શકશે.
તેમજ પેકેજડ ફુટ પર લાગેલી એમઆરપી કરતા વધુ કિંમત વસુલવામાં પણ પ્રતિબંધ લાદવામાં આવશે. મહારાષ્ટ્રના ખાદ્ય-સામાજીક જુનીયર મિનિસ્ટર રવિન્દ્ર ચાવને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સિનેમાના નિયમ ૧૯૬૬ પ્રમાણે સિનેમાઘરો તેના ગ્રાહકોને બહારથી ખોરાક લાવવાથી રોકી શકે નહીં.
આ નિયમની અમલવારી ૧લી ઓગસ્ટથી કરવામાં આવશે ત્યારે મલ્ટીપ્લેકસમાં સોફટ ડ્રીન્ક અને સ્નેકસ ખરીદનારા ગ્રાહકોને રાહત થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફુડ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ૧૯૬૬નાં નિયમ અંગે લોકોને તેના ખોરાક પ્રત્યેનો અધિકાર છે.
જોકે આ અંગે ભારતીય મલ્ટીપ્લેકસ એસોસીએશનને હજુ સુધી કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નહી પરંતુ બોમ્બે હાઈકોર્ટ જેનેન્દ્ર બક્ષીની અરજીની સુનાવણી કરી હતી અને સિનેમાઘરોમાં બહારથી ખોલક લાવવાની માન્યતા મળી હતી. હાઈકોર્ટે રાજયને ચાર અઠવાડિયામાં એફિડેવીકટ ફાઈલ કરવાની સુચના આપી છે.