27મી સપ્ટેમ્બરથી બંધારણીય બેન્ચની તમામ સુનાવણીનું જીવંત પ્રસારણ કરાશે
જો તમે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જોવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. 27 સપ્ટેમ્બર મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચની તમામ સુનાવણીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ પહેલા ભારતના 48મા ચીફ જસ્ટિસ એન.વી. રમનાના કાર્યકાળના અંતિમ દિવસે તેમની અધ્યક્ષતાવાળી સેરેમોનિયલ બેન્ચની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. ભારતના સીજેઆઈ ઉદય ઉમેશ લલિતએ પૂર્ણ કોર્ટની બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં તમામ ન્યાયાધીશોએ જાહેર અને બંધારણીય મહત્વના કેસની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ કરવા મુદ્દે સંમતિ વ્યક્ત કરી. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહએ ગયા અઠવાડિયે ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને તેમના સાથી ન્યાયાધીશોને પત્ર લખીને જાહેર અને બંધારણીય મહત્વની બાબતોની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવાની વિનંતી કરી હતી. અગાઉ સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટમાં બંધારણના અનુચ્છેદ 21 હેઠળ ન્યાય મેળવવાના અધિકાર હેઠળ કોર્ટની કાર્યવાહીનુ સીધુ પ્રસારણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર અનામત, ધાર્મિક પ્રથા, વર્ષ 1984માં થયેલી ભોપાલ ગેસ દુર્ઘટના સહિત અન્ય જાહેર અને બંધારણીય મહત્વની બાબતોની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેનાથી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓની સુનાવણી દરમિયાન સામાન્ય લોકો સીધી સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જોઈ શકે. આનાથી વકાલતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.
ગુજરાત, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, પટના અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટ પોતાની યુટ્યુબ ચેનલોના માધ્યમથી કોર્ટની કાર્યવાહીનુ સીધુ પ્રસારણ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર્ટની કાર્યવાહીનુ લાઈવ પ્રસારણ કરવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા પર કામ કરવામાં આવી રહ્યુ છે જે બાદ ન્યાયતંત્ર સાથે જોડાયેલી તમામ જાણકારી અને કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ જોવુ સરળ થઈ જશે.
કેવા કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરાશે ?