ભારતમાં પરણીને વિદેશમાં વસવાટનાં સપના દેખાડી ઘરેલું હિંસા આચરનાર સામે રક્ષણ બનશે આધાર: ૨૦૦૫ થી ૨૦૧૨ સુધીમાં ૧૩૦૦ આ પ્રકારનાં કેસો નોંધાયા છે !

વિદેશમાં ઘરેલું હિંસા આચરનાર ભારતીય લોકોની સંખ્યા વધી રહી છે. યુવકો ભારતમાં લગ્ન કરીને વિદેશમાં વસવાટ કરવા જતાં હોય છે. શ‚આતમાં વિદેશમાં જીવન જીવવાના સપના દેખાડવામાં આવે છે. ત્યારબાદ ત્યાં લઇ જઇને સ્ત્રીઓને ઘરેલું હિંસાનો ભોગ બનાવવામાં આવતો હોય છે. જેના મુદ્દે ભારત સરકારે એનઆરઆઇ લગ્નોના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજીયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાંત સમીતીએ ભલામણ કરી છે. કારણ કે ભારતીયને પરણીને ઘણી સ્ત્રીઓ ઘરેલું હિંસા કે દહેજની માંગણીનો શિકાર બનતી હોય છે. આવી ભારતીય મહિલાઓના અધિકારોના રક્ષણ માટે અને તેમને ડિવોર્સી ન બનાવવામાં આવે તે માટે વિદેશ મંત્રાલયની આંતર સમીતી દ્વારા આ મુદ્દે ભલામણ કરાઇ છે. યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓઇ ઇન્ડીયા હાલ એનઆરઆઇ તેમજ ઓવરસીઝ સીટીઝન્સ ઓફ ઇન્ડીયા અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનની આધાર હેઠળ નોંધણી કરવાની ભારત સરકાર નીતી ઘડી રહીછે. હાલ ભારતીય નાગરીક અને માન્ય વિઝા ધરાવતા વિદેશીઓ સહીત તમામ રેસિડેન્સીની આધાર હેઠળ નોંધણી કરવામાં આવે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ગુના આચરનારોને પકકવા મુશ્કેલ બની ગયું છે. તો ખાસ તેમને નોટીસ આપવા માટે યોગ્ય સરનામુ હોતું નથી. માટે જ આધાર મહિલાઓના રક્ષણનો ‘આધાર’ બનશે. આ નિયમ ભારતમાં પાસપોર્ટ ધરાવતાં નાગરીકો માટે ફરજીયાત બનાવવામાં આવ્યો છે. તો આ પ્રકારના લગ્નોથી સર્જાતા વિવાદોને રોકવા નેશનલ કમિશન ફોર વિમેનને નોડલ એજન્સી બનાવવા સમીતીએ સુચન કર્યુ હતું. વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધીના એનઆરઆઇ સેલ પાસે આ પ્રકારના કુલ ૧૩૦૦ કેસો નોંધાયા હતા.આવા કેસોની તપાસ કરવા વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, મહિલા અને બાળવિકાસ મંત્રાલયનાં અધિકારીઓની ખાસ ટીમ બનાવીને તેમને યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા અને પશ્ર્ચીમ એશિયાના દેશોમાં મોકલવા સમીતીએ કહ્યું હતું કે એવા બનાવો બનતા હોય છે જેમાં પરિવારજનોને વિશાળ માટે ખોટી માહીતી, નામ, સરનામુ, સ્ટેટસ બતાવી મોહીત કરતા હોય છે.અને લગ્ન માટે પ્રેરિત કરતા હોય છે તેવા લોકોને સબક શિખવવા આ એક યોગ્ય પ્રયાસ બનશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.