શાળામાં બાળકો માટે લગભગ 1000 કલાક ઇત્તર પ્રવૃત્તિઓ માટે ફાળવવા ખૂબ જ જરૂરી છે
કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલા નવા નિયમો હેઠળ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂ એજ્યુકેશન પોલીસી (એન ઈ પી) મૂજબ હવે બાળકો ઈત્તર પ્રવૃત્તિઓમાં વધુ રસ દાખવી શકે તે હેતુ થી કેન્દ્ર સરકાર દ્વારા ધો 6 થી 8ના બાળકો માટે “બેગલેસ ડે” હોવો જોઈએ તેવું સૂચવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગૂજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી આ નિયમ ઉમેરવામાં આવશે. એન.ઈ.પી. ના સૂચન અનુસાર વર્ષમાં ઓછામાં ઓછાં 10 દીવસ એટલે કે 60 દીવસ બાળકોને ઇત્તર પ્રવૃત્તિઓમાં રસ લે તે હેતુથી “બેગલેસ ડે” યોજવો જરૂરી છે. જેથી વર્ષના 10 દિવસ એટલે કે એક સત્રમાં 5 દિવસ “બેગલેસ ડે” યોજવામાં આવશે.બાળકોએ લગભગ 1000 કલાક અને બીજા 10 દિવસ ઇત્તર પ્રવૃત્તિઓ માટે ફાળવવા જોઈએ.
વિધાર્થીઓ દરરોજ તેમના ખભા પર 5 થી 6 કીલો વજન લઈને જતા હોય છે. બાળકોનો બોજ ઓછો કરવા માટે મહિનામાં એક વખત વિવિઘ પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં જ્ઞાનનું સિંચન કરી શકાય છે. ફક્ત રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કે રમત ગમત જ નહી વિવિઘ પ્રવુતિઓ પણ સામેલ કરવી જોઈએ. ત્યારે નવી શિક્ષણ નીતિ સૂચવે છે કે બાગકામ, સુથારી, માટીકામ, કલાકારી વગેરે જેવી પ્રવુતિને સામેલ કરવી જોઈએ એટલું જ નહી બાળકોને વિવિઘ સંગ્રહાલયો તેમજ સાંસ્કૃતિક વારસો દર્શાવતી જગ્યાઓની મુલાકાત બાળકોને કરાવવી જોઇએ. આ સાથે સંસ્થાઓ દ્વારા પ્રવાસ, સ્થાનિક કલાકારો, સાથે મુલાકાત યોજવી જોઈએ.