પ્રાથમિક તબક્કે હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં આપી શકાશે પરીક્ષા
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે, આ વર્ષથી નોન-ગેઝેટેડ પોસ્ટ્સ ભરવા માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ(સેટ) ઓનલાઈન લેવામાં આવશે. કર્મચારી રાજ્ય મંત્રીએ અહીં નોર્થ બ્લોક ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ હેઠળની તમામ છ સ્વાયત્ત સંસ્થાઓની સંયુક્ત બેઠકની અધ્યક્ષતામાં આ વાત કહી હતી.
નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા વર્ષના અંત પહેલા પરીક્ષા લેવામાં આવશે. તે એક ગેમ-ચેન્જર પરિબળ સાબિત થશે, જે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક પરીક્ષા કેન્દ્ર સાથે નોકરી ઇચ્છુકોને ભરતીમાં સરળતા પ્રદાન કરશે તેવું સિંઘે જણાવ્યું હતું.
સેટએ ડીઓપીટી દ્વારા યુવાન નોકરી ઇચ્છુકો માટે ભરતીમાં સરળતા લાવવા માટે હાથ ધરવામાં આવેલ એક પાથ-બ્રેકિંગ સુધારો છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે એક મોટું વરદાન સાબિત થશે.
સિંઘે જણાવ્યું હતું કે, ઐતિહાસિક સુધારણા તમામ ઉમેદવારોને તેમની પૃષ્ઠભૂમિ અથવા સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના એક સમાન ક્ષેત્ર પ્રદાન કરશે.
મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને પણ આ નિર્ણયથી મોટો ફાયદો થશે કારણ કે, ઉમેદવારો બહુવિધ પરીક્ષાઓ આપતા હોય છે જેના માટે તેમને મુસાફરી કરીને કેન્દ્ર ખાતે પહોંચવું પડતું હોય છે જેના લીધે તેમની ઉપર આર્થિક ભારણ આવતું હોય છે.
શરૂઆતમાં પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં લેવામાં આવશે. બાદમાં તે બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં હાથ ધરવામાં આવશે.