વિજય સરઘસ નિકળ્યું: ભાયાવદર, પાનેલી, કોલકીએ પાટીદાર સમાજની એકતાનો રાહ ચિંધ્યો છે: ધારાસભ્ય લલિત વસોયા
વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટા બેઠક પરથી જંગી બહુમતીથી વિજય બનેલા કોંગ્રેસના ઉમેદવારનું ગામે ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું. તેમાં મોટા પ્રમાણમાં પાટીદાર, રબારી, દલિત, મુસ્લિમ સમાજ જોડાયો હતો. ત્યારબાદ પાટીદાર યુવાનો દ્વારા આયોજીત પાનેલીથી સિદસર સુધીના પગપાળા યાત્રામાં ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાયા હતા.
ધારાસભ્ય બન્યા બાદ લલિતભાઈ વસોયા પ્રથમ વખત ગામે આવી પહોંચતા સૌપ્રથમ પાનેલીના કાળવા ચોકમાં ગામના સ્વ.ભામાશા મોહનબાપા ભાલોડિયાની પ્રતિમાને ધારાસભ્ય લલિતભાઈ વસોયા, મનુભાઈ ભાલોડિયા, જતિનભાઈ ભાલોડિયાએ ફુલહાર કરેલ હતા. કળવા ચોકમાં ડીજેના સથવારે ઘોડા ઉપર બેસાડી ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું સરઘસ કાઢી શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ પાનેલી ગામની પાટીદારની ૧૫૧ મહિલાઓએ નવનિયુકત ધારાસભ્ય લલિતભાઈ વસોયા ફુલહાર પહેરાવી ધમાકેદાર સ્વાગત કરેલ હતું. પાનેલી ગામના રબારી આગેવાનો ખોડાભાઈ રબારી, રાજાભાઈ ભારાઈ, દલિત આગેવાનો નરશીભાઈ પરમાર, એડભાઈ જાદવ, મુસિલમ આગેવાન સહિતના લોકોએ ફુલહાર કરી સ્વાગત કરેલ હતું.
આ તકે ઉપસ્થિત મેદનીના આભાર માનતા લલિતભાઈ વસોયાએ જણાવેલ કે આપણે સૌએ ૨૫-૨૫ વર્ષ સુધી રાજકોટ-જુનાગઢ કામો માટે ધકકા ખાધા છે પણ હવે તમારે કામ હોય તો એક ફોન કરજો તમારો ધારાસભ્ય લલિત વસોયા તમારા ગામમાં આવશે. તમારે ધકકા ખાવાની જ‚ર નહી રહે. પાનેલી ગામના જે કોઈ પ્રશ્ર્નો હશે તે ઉકેલવાનો પ્રયાસ કરીશ. વધુમાં લલિત વસોયાએ જણાવેલ કે આજથી બે વર્ષ પહેલા લેઉવા પટેલ અને કડવા પટેલ પાટીદાર સમાજ બને તેવા પ્રયત્નો કરેલા છે. તેમાં ભાયાવદર ગામોએ પાટીદાર સમાજની એકતા બતાવી અન્યો શહેરોને નવો રાહ ચિંધ્યો છે. આ એકતા આગામી દિવસોમાં પણ ટકાવી રાખવા વિનંતી કરી હતી.
પદયાત્રા સિદસર મુકામે પહોંચતા સિદસર મંદિરના પુજારી દ્વારા ધારાસભ્ય લલિતભાઈ વસોયાને વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજાવિધિ કરાવી માં ઉમિયાની આરતી ઉતારવામાં આવી હતી ત્યારે જયામાં ઉમા જય માં ખોડલના નારાથી સમગ્ર ગ્રાઉન્ડ ગુંજી ઉઠયું હતું. આ તકે ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સીદસર ઉમિયા મંદિરની કાર્યાલય મુલકાત પણ લીધી હતી.
આ વિજય સરઘસ જોડાયેલામાં ૨૦૦૦ ભાઈ-બહેનો પાનેલીથી સિદસર સુધીની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. તેમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા મન મુકીને માતાજીના ગરબા લીધા હતા. આ પદયાત્રામાં મોટી પાનેલી ગામના મનુભાઈ ભાલોડિયા, જતિનભાઈ ભાલોડિયા, દિનેશભાઈ વેકરીયા, ભાવેશભાઈ કાલરીયા, નયનભાઈ જીવાણી, રમણીકભાઈ લાડાણી, ગીરીશભાઈ આરદેશણા, પ્રવિણભાઈ દલસાણીયા, લાખાભાઈ ડાંગર, બાબુભાઈ ડેર, બાલુભાઈ વિંઝુડા, ચંદુભાઈ જોગાણી, અંકિતભાઈ ભેસદણીયા, રમેશભાઈ સાવલિયા, મિતાભાઈ કજીપરા, રમેશભાઈ વેકરીયા સહિત બે હજાર ભાઈ-બહેનો પદયાત્રામાં જોડાઈ ઉમિયા માતાજીના દર્શન કરેલ હતા.