વિટામિનની ઉણપ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. તમે મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય સુધી જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગો છો. આવી પરીસ્થિતિમાં ડાર્ક સર્કલથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલા ડાર્ક સર્કલને મટાડી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે આ લગાવીની સૂઈ જવું.
ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાયો
બદામ તેલ :
જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચાને તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે. બદામનું તેલ એ કુદરતી તેલ છે જે ત્વચાને બિલકુલ નુકસાન કરતું નથી. આ તેલ તમે રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો.
ગુલાબજળ :
તમે ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકો છો. તમારે તેને સ્કિન કેર જેવી કે ક્લીન્ઝિંગ વોટર અથવા ટોનરમાં સામેલ કરવું જોઈએ. તેમજ આ ત્વચામાં હાઈડ્રેટ રાખશે અને આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
કાકડી :
જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. કાકડીની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે અને આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.
ફુદીનાનું પાન :
ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે લગાવી રહેવા દો. આમ કરવાથી આખની નીચેના ડાર્ક સર્કલ ધીમે ધીમે દૂર થઈ જશે.
ટી બેગ :
ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. ત્યારબાદ તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.
એલોવેરા જેલ :
એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે. આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. અને તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.
કેળાની છાલ :
કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.