અબ આયા ઉંટ પહાડ કે નીચે
ચીનથી યુપીના નોઈડામાં ખસેડાયેલા ૪૮૨૫ કરોડના પ્લાન્ટનો રસ્તો સાફ; યોગી સરકારે વિશેષ પ્રોત્સાહન માટે દરવાજા ખોલ્યા
આત્મનિરભર ભારતનાં નિર્માણ અને ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે સરકાર એક પછી એક પ્રોત્સાહન યોજના માટે કાર્યરત બની છે. ઉત્પાદક પ્રોત્સાહક યોજના પ્રોડકશન ઈનસેટીયુવ સ્ક્રીમને લઈને ભારતમા ઔદ્યોગિક ઉત્પાદનો માટે મલ્ટીનેશનલ કંપનીઓમાં હોડ જામી છે. તેવા સંજોગોમાં સ્માર્ટફોનની મોટી કંપની ગણાતી સેમસંગ તેના મોબાઈલ અને આઈટી ડીસપ્લે પ્રોડકશન યુનિટને ચીનથી ઉત્તરપ્રદેશમાં સ્થળાંતરીત કરવા માટે ૪૮૨૫ કરોડના ખર્ચે ઉત્તર પ્રદેશમાં સ્થળાંતરીત કરશે. શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં મંત્રી મંડળએ સેમસંગને વિશેષ પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. સરકારી પ્રવકતાએ જણાવ્યું હતુ કે દક્ષિણ કોરિયાની મલ્ટીનેશનલ મેજર કંપનનીઓનો પહેલો હાઈટેક પ્રોજેકટ ચીનમાં ગયા પછી ભારત લાવવામાં અવી રહ્યા છે. અને દેશ આ પ્રકારનાં એકમ ધરાવતું વિશ્ર્વમાં ત્રીજા નંબરનો દેશ બનશે આ યુનિટથી પરોક્ષ રોજગારીતો વધશે પરંતુ સાથે સાથે વ્યકિતઓના સીધા રોજગાર ઉભા થવાની ધારણા છે.
સેમસંગ મોબાઈલ ડિસપ્લે ફેકટરીની નોઈડામાં સ્થાપનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે
સેમસંગ અત્યારે ટીવી, મોબાઈલ ટેબલેટ, સ્ક્રીનમાં ઉપયોગમાં આવતા ડિસપ્લે ૭૦% વધુ માલ બનાવે છે. દક્ષિણ કોરિયા વિયેતનામ પછી ચીન ભારતમાં ડિસપ્લે બનાવશે. સેમસંગે અગાઉ ૨૦૧૮માં જ નોઈડામાં જ વડાપ્રધાન નરેન્દ્રમોદીના હાથે જ મોબાઈલ મેન્યુફેકચરીંગ યુનિટ ચાલુ કરાવી દીધું હતુ કંપની હવે ઈલેકટ્રોનિક મેન્યુફેકચરીંગ અને નિકાસનું હબ બનવા ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનની નવી પહેલ કરશે.દક્ષિણ કોરિયા કંપની ૪૦ અબજ થી વધુના હેન્ડસેટ બનાવશે ગયા વર્ષે સેમસંગે ૭ અબજની નિકાસ કરી ઉતર પ્રદેશનો સૌથી વધુ નિકાસકાર બન્યો હતો. આગામી પાંચ વર્ષમાં તે ૧૦ અબજ ડોલરની નિકાસ કશે યુપીમાં ઈલેકટ્રોનિક મેન્યુફેકચરીંગ પોલીસી ૨૦૧૭ મુજબ કંપનીને જમીન ટ્રાન્સફર કરવા માટે સ્ટેમ્પ ડયુટીમાં રાહત પાંચ વર્ષ માટે સરકારે ૨૫૦ કરોડની જોગવાઈ કરવી પડશે. કેન્દ્ર સરકારની ૪૬૦ કરોડની સહાય કંપનીને મળશે.