મુંબઇવાસીઓ હવે દર રવિવારે સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી સાઇકલિંગ ટ્રેકનો આનંદ લઇ શકશે. બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) રવિવારથી સાઇકલિંગ ટ્રેક શરુ કરવાની તૈયારીમાં છે. જેના પ્રમોશનમાં બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પણ તેમાં જંપલાવી શકે છે……
૩ ડિસેમ્બરથી એનસીપી થિયેટર નરીમન પોઇન્ટથી વરલી સી લિંક સુધીના ૧૧ કિમીના દરીયાકિનારેને સમાંતર ટ્રેક પર મુંબઇના સાઇકલિસ્ટો દર રવિવારે સવારે ૬ થી ૧૧ સુધી સાઇકલ સવારીનો આનંદ સંગઠન એક્સેસરીઝ અને વસ્ત્રોનું વેચાણ કરે છે તેણે તાજેતરમાં જ એક અગ્રણી ઓનલાઇન શોપિંગ પોર્ટલ સાથે ઇ-સાયકલની શ્રેણી શરુ કરી છે. અને આ માટે જ એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવેલું કે અમે સલમાન ખાનને આ ઘટનામાં સંકળાવા વિનંતી કરી છે અને તેમના અનુકૂળ જવાબની રાહ જોઇ રહ્યા છીએ.
આ સાયકલિંગ ટ્રેક શરુઆતી ધોરણમાં ત્રણ મહિના માટે કાર્ય કરશે. તથા તેમાં નરીમન પોઇન્ટ, મરીન ડ્રાઇવ, બાબુલનાથ, પેડાર રોડ, એની બેસન્ટ રોડ, ખાન અબ્દુલ ગફ્ફરખાન માર્ગ અને બાન્દ્રા વરલી સી લીંકનો સમાવેશ થાય છે.
આ રસ્તા પર પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં BMC૩.૫ મીટરની બે લેન પર બેરીકેડસ પૂરા પાડશે, જે ઇવેન્ટ પૂર્ણ થયા પછી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત આ સમગ્ર રસ્તા પર ૪ સ્થળો પરથી ભાડાપર સાઇકલ અને હેલ્મેટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. જે એનસીપીએ થિયેયર, ગીરગાંવ ચોપાટ્ટી, હાજી અલી અને વરલી સી ફેસ પરથી લોકોને મળી રહેશે.
આશા છે કે આ સાઇકલ ટ્રેકને મુંબઇવાસીઓ ઉત્સાહથી આવકારશે તથા સ્વાસ્થ્યને જાળવવાની સાથે-સાથે પ્રદૂષણ અટકે તે માટે તેનો વધુને વધુ પ્રમાણમાં ઉપયોગ કરશે.