સલમાન ‘બીઇંગ સ્માર્ટ’ નામના સ્માર્ટ ફોન માટે ઓપરેશનલ મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત: પ્લાન્ટ અને મોડેલ નક્કી
બોલીવુડ સ્ટાર સલમાન ખાન તેની આગામી ‘બ્લોકબસ્ટર’ માટે નાની સ્ક્રીન એટલે કે સ્માર્ટ ફોન પર દાવ લગાવી રહ્યો છે. જી હા, સલુ મિયા હવે ‘બીઇંગ સ્માર્ટ’ની સાથે સ્માર્ટફોન બિઝનેશ શરૂ કરવાની તૈયારીમાં છે. બોલીવુડના ‘બજરંગી ભાઇજાન’ સલમાન ખાન તેના સ્માર્ટ ફોન વેન્ચર માટે ઘણાં રોકાણકારો સાથે સંપર્ક કરી રહ્યો છે જેમાં તે પોતે અથવા તેના પરિવાર દ્વારા કંટ્રોલીંગ સ્ટેક રાખી શકે છે.
ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બે સીનીયર એક્ઝીક્યુટીવે જણાવ્યું કે, હાલ સલમાન ઓપરેશનલ મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ટીમ એવા પ્રોફેશનલોના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. જે સેમસંગ અને માઇક્રોમેક્સમાં કામ કરી રહ્યા છે. બોલીવુડ સુપરસ્ટારે સ્માર્ટફોન માટે નવુ ‘બીઇંગ સ્માર્ટ’ ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યું છે. જેના પર મઘ્યમથી ઉચ્ચ સ્તરીય માર્કેટને ઘ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. સલમાન પાસે પહેલાથી કપડાઓનું કામ છે. તેણે મેન્યુફ્રેક્ચરીંગ માટે ચાઇનીઝ પ્લાન્ટ અને ફોનના શ‚આતી મોડેલની પણ પસંદગી કરી લીધી છે. જે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ આધારિત હશે અને તેની કિંમત રૂ.૨૦,૦૦૦થી ઓછી હશે.
આ પ્લાનથી માહિતગાર એક સિનીયર ઇન્ડસ્ટ્રી એક્ઝીક્યુટીવે જણાવ્યું કે, બીઇંગ સ્માર્ટને ચાઇનીઝ સ્માર્ટફોન બ્રિગેડ-ઓપો, વિવો અને શિઓમીની સાથે એ સમયે રજુ કરાશે જ્યારે માઇક્રોમેક્સ અને ઇન્ટેક્સ જેવી દેશી હેન્ડસેટ કંપનીઓને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડે. ‘બીઇંગ હ્યુમન’ અપેરેલની જેમ ‘બીઇંગ સ્માર્ટફોન’થી થયેલા નફાને દાન અને સામાજીક કાર્યોમાં રોકવામાં આવશે. સલમાન ખાન હવે શાહરૂખ ખાનની જેમ એવા સ્ટારોની કેટેગરીમાં સામેલ થયો છે કે જે ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત અન્ય બિઝનેશોમાં પણ પ્રવેશ્યા છે.
બીઇંગ સ્માર્ટફોનની શ‚આતમાં ઓનલાઇન વેચાણ થશે ત્યારબાદ કેટલીક મોટી સેલફોન અને ઇલેકટ્રોનિક્સ રીટેલ ચેનની સાથે ભાગીદારી કરી બજારમાં વેંચાણ કરશે. બીઇંગ હ્યુમન સ્ટોર્સ પણ આ સ્માર્ટ ફોનના રિટેલર બની શકે છે. એક્ઝીક્યુટીવે કહ્યું હતું કે, સલમાન કુટુંબી સભ્યો ઉપરાંત પાંચ પ્રોફેશનલો આના પર વ્યાપક સ્તરે કામ કરી રહ્યા છે.