તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, એક જ સ્માર્ટફોન પર તમે ૨-૪ વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકો છો. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, એક જ સ્માર્ટફોન પર તમે એકથી વધારે Facebook એકાઉન્ટ ચલાવી શકો છો. શું થયું? સાંભળીને અજીબ લાગી રહ્યું છે. અરે આ શક્ય છે. કેવી રીતે? તો ચાલો તમને જણાવી દઈએ.
કેવી રીતે મલ્ટીપલ Facebook એકાઉન્ટનો ઉપયોગ કરશો?
૧. સૌથી પહેલા પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં Friendcaster એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
૨. ત્યાર બાદ તમારી સામે એવા કેટલાક પેજ ઓપન થશે, જેવા ફોટોમાં બતાવવામાં આવ્યા છે.
૩. હવે તમે લોગઈન પર ક્લિક કરો અને પોતાના ફેસબુક આઈડીની ડીટેલ્સને એન્ટર કરો. ત્યાર બાદ તમારી સામે જે પણ પોપઅપ આવશે તેને OK કરી દો.
૪. હવે તમારી સામે તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન થઇ જશે. અહિયાં ઉપરની તરફ સેટિંગનો ઓપ્શન હશે. તેના પર ટેપ કરો.
૫. ત્યાર બાદ તમે Accounts ને સિલેક્ટ કરો.
૬. અહિયાં તમને તમારું એકાઉન્ટ દેખાશે. તેની સાથે જ અહિયાં બીજા એકાઉન્ટને લોગઈન કરવાનો ઓપ્શન પણ હશે.
૭. Add another account પર ક્લિક કરો અને તમે જે પણ બીજું એકાઉન્ટ લોગઈન કરવા માંગો છો, તેની ડીટેલ્સ ભરો.
ત્યાર બાદ તમે તેને જોઈ શકશો કે તમારી પાસે બીજા એકાઉન્ટ પણ ખુલી જશે. જોયું તમે આ કેટલું સરળ છે. તો રાહ કોની જુઓ છો કે તમે પણ આ એપને ડાઉનલોડ કરીને એક સાથે ૨ અલગ-અલગ ફેસબુક એકાઉન્ટ ચલાવીને તેની મજા લઇ શકો છો.