દરેક કપલ્સનું સપનું હોય છે કે તે પોતાના પ્રેમી એટલે કે પાર્ટનર સાથે તારલાઓની નીચે મોડી રાત સુધી બેઠા રહે અને રોમાંટીક મુડમાં રહે. પરંતુ અફસોસએ વાતનો છે કે એવું બનવું લગભગ મુશ્કેલ હોય છે. અને યુગલનું આ સપનુ માત્ર સપનું બનીને જ રહે છે. પરંતુ હવે આ સપનું પુરુ થઇ શકે છે. અહિં એવી હોટેલ વિશે વાત કરીશું જ્યાં તમે ઝગમગતતા તારલાની નીચે રોમાન્સની મજા માણી શકશો. વાત છે ફ્રાન્સ જ્યાં આઉટ ડોર કે કેમ્પેઇનનો એક નવો જ કોન્સેપ્ટ ખોજવામાં આવ્યો છે જેનેે લોકોએ પણ આવકાર્યો છે આ કોન્સેપ્ટ એટલે એક બબલની હોટેલ, અથવા તો એક બલુનમાં હોટેલ એમ પણ કહી શકાય. આ હોટેલને બોર્ડેક્સ અને સેટ એનેલિયોનના જંગલમાં બનાવવામાં આી છે. અહીં તમે જંગલની વચ્ચે એક બલુનમાં રોમાંચની સાથે રોમાન્સ કરી શકો છો ફાંસના આ ફેન્ચ હોટલે તમારા સપનાને સાકાર કર્યુ છે. ટ્રાન્સપેરેન્ટ બબલ બનાવવામાં આવ્યા છે જેનાથી તમે તારલાઓને જોતા જોતા જ આરામની ઉંઘ લઇ શકો છો. ૨૦૧૦માં શરુ થયેલી આ હોટેલ લગભગ રીયસ ફેસેલીટી સાથે કુદરતને પણ માણી શકાય છે અને હિમવર્ષાના સમયે તો નજારો જ કંઇક અલગ હોય છે જેનો આનંદ માણવોએ એક લ્હાવો છે તો હવે ફ્રાંન્સની આ બબલ હોટેલમાં રોમાન્સનો રોમાન્ચ માણવાનું ભૂલશો નહિં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.