- હરાજીમાંથી રૂપિયા 622 ના ભાવે ઘઉં ની ખરીદી શરૂ : પેકિંગ અને નામ આપી કરશે વેચાણ
Rajkot News : રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજાઓ પૂર્ણ થતાં આજ રોજ રાબેતા મુજબ ખેત જણસોની હરરાજીનો પ્રારંભ થતાં આજે 10 દિવસ બાદ યાર્ડમાં રેકર્ડ બ્રેક સોદા થયા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે જણસીની આવક સારી થતાં એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એપીએમસી હરજીમાં ઘઉંની ખરીદી કરશે અને ત્યારબાદ એપીએમસી બ્રાન્ડ નામ આપીને રિટેલ કાઉન્ટર શરૂ કરશે આજે તેમણે હરાજીમાં ઘઉંની 622 ના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે ત્યારબાદ તે ઘઉંને એપીએમસી નામ આપીને બેગમાં પેક કરી અને રીટેલ વેચાણ કરવામાં આવશે
માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજાઓના લીધે યાર્ડમાં 10 દિવસની રજા રહી હતી. યાર્ડની બહાર 7 કિ.મી. સુધી ખેત જણસ ભરેલ વાહનોની કતારો લાગતા યાર્ડ સત્તાધીશોએ ક્રમશ: પ્રવેશ આપી માલની ઉતરાઇ કરાવી હતી. કાલે યાર્ડની હરરાજી કામગીરી શરુ થઇ હતી.
માર્કેટ યાર્ડ ખેડૂતો ઘઉં, ચણા, ધાણા, કપાસ, જીરુ, મગફળી સહિતની જણસ વેચવા આવી પહોંચતા યાર્ડમાં માલનો મોટો ભરાવો થયો હતો. યાર્ડમાં આજે ઘઉં 20 હજાર ગુણી, ચણા 18000 ગુણી (70 મણ), ધાણા 800 ગુણી (16 હજાર મણ), કપાસ 14 હજાર મણ, જીરુ 1000 ગુણી (12 હજાર મણ) અને મગફળીની 11,000 ગુણી આવક થઇ હતી.
રજાઓ બાદ આજે યાર્ડ ખુલતા રેકર્ડ બ્રેક વેપાર નોંધાયો હતો. યાર્ડમાં આજે સૌથી વધુ ઘઉંની આવક થતાં યાર્ડનાં તમામ શેડોમાં ઘઉંના ઢગલા જોવા મળ્યા હતા. ઘઉં ઉપરાંત અન્ય ખેત જણસોની પુષ્કળ આવક થઇ હતી.
ખેત જણસો વેચવા આવતા ખેડૂતો અને વેપારી ખેત જણસોની લે-વેચમાં જોડાયા હતા. હરરાજી રાબેતા મુજબ શરૂ થતાં આજે રેકર્ડબ્રેક વેપાર નોંધાયો હતો.
અત્રે ઉલખનીય છે કે હવે થી એપીએમસી બ્રાન્ડ નામથી ઘઉંનું રિટેલ વેચાણ કરવામાં આવશે ત્યારબાદ ધીરે ધીરે બીજી જણસીનું પણ રિટેલ વેચાણ કરવામાં આવશે
આગામી દિવસોમાં રિટેલ વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે:ચેરમેન જયેશભાઈ બોઘરા
અબતકની વાતચીતમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા જણાવ્યું હતું કે આ વર્ષે જણસીની આવક માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એપીએમસીએ પોતાની પોતાનો બ્રાન્ડ નેમ આપીને ઘઉંનું રિટેલ વેચાણ ટૂંક સમયમાં શરૂ કરશે આજે યાર્ડમાં ઘઉં ની હરાજી માંથી ઘઉં ખરીદી કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સતત જણસીની આવક વધી રહી છે તો તેને લઈને વધુ એક શેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલ ચાલુ છે તેમજ કિસાન સહાય કેન્દ્ર નિર્માણ કરવામાં આવશે જેને લઈને કિસાન ને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ તેમને મળી રહે તેમ જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીની પૂરતો ભાવ મળી રહે તેઓ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેમજ આગળ સમય જતા જણસીની આવક વધુ થશે તો વધારાના શેડ પણ બનાવવામાં આવશે