૧૯૫૮માં આજીડેમ બન્યો હતો અને છેલ્લા ૪૦ વર્ષમાં ફકત ૧૧ વખત પુરતુ પાણી ભરાયું હતું અને આજીડેમ ઓવરફલો થયો હતો. ૨૯ વર્ષ પાણીની અછત રહી હતી પરંતુ હવે માં નર્મદાથી કાયમ પુરતુ પાણી ડેમમાં સૈકાઓ સુધી રહેશે. જોગાનુજોગ ૧૯૭૭માં વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે વિજયભાઈ હતા અને ૨૦૧૭માં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિજયભાઈ છે.
૪૦ વર્ષ પહેલા ચુંટણી સિવાય ૧૯૭૭માં વડાપ્રધાન મોરારજી દેસાઈ રાજકોટ આવેલા હતા. હવે ૨૦૧૭માં ૪૦ વર્ષ પછી ચુંટણી સિવાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની ધરતી ઉપર આવે છે ત્યારે તેમના સ્વાગત માટે લોકોમાં થનગનાટ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી જીવનની પ્રથમ ચુંટણી રાજકોટથી લડીને જીત્યા હતા ત્યારે રાજકોટ જ નહીં પરંતુ આજીડેમ, ન્યારીડેમ, કબા ગાંધીનો ડેલો, આલ્ફેડ હાઈસ્કૂલ, રાષ્ટ્રીય શાળા, રજપુત પરા, કાલાવડ રોડ, ઉપલો કાંઠો, સદર બજાર, રેસકોર્ષ આ બધુ મોદી જાણે છે. રાજકોટની ખાસિયતો જેમ કે જન્માષ્ટમીનો મેળો, રાજકોટના પેંડા, ગાંઠિયા, આઈસ્ક્રીમ, સીંગ, રાજકોટની ચીકી આ બધુ પણ મોદી જાણે છે એટલા માટે વડાપ્રધાનના સ્વાગત માટે રાજકોટ ઘેલુ થયું છે.