રાજ્યભરની આરટીઓમાં એસ આરપી હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ્સની કામગીરી ખાનગી કં૫નીઓને આપ્યા બાદ હવે ટૂંક સમયમાં જ ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી પણ ખાનગી કં૫નીઓને સોંપવામાં આવશે. આ અંગેનું આયોજન રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે હાથ ધર્યુ છે. વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઇ કાકડિયાએ આ અંગે જણાવ્યુ હતું કે કાચા (લર્નિગ) લાઇસન્સ માટેની જવાબદારી અને કામગીરી આઇ ટી આઇને દરેક તાલુકાઓને સોંપીને આટીઓની કામગીરી હળવી કરાઇ છે.
પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જે ખાનગી કં૫નીઓ પાસે ટેસ્ટ માટેની પૂરતી જગ્યા હોય અને અન્ય સુવિધાઓ હોય તેવી કં૫નીઓ આગળ આવે તો તેમને આ પ્રકારની જવાબદારી સોંપવા માટે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ આયોજન હાથ ધરાયું છે. હાલમાં આ તમામ કામગીરી આરટીઓના કર્મચારીઓ કરી રહ્યા છે.
એચએસ આરપી પ્લેટની કામગીરીમા અત્યારે કં૫નીને સ્માર્ટ ચીપ મોકલવામાં આવે છે. તેના આધારે નંબર પ્લેટ બને છે. હાલમાં દસ્તાવેજોનું વેરિફિકેશન આરટીઓમાં થાય છે.પરંતુ હવે વાહનના રજીસ્ટ્રેશન અને પરમિટ બનાવવાના અધિકાર પણ ખાનગી કં૫નીઓને આપવામાં આવશે. દસ્તાવેજોના વેરિફિકેશનનું કામ પણ હવે ખાનગી કં૫નીઓને સોંપવામાં આવશે.