દેશમાં ઇન્ફલુએન્ઝા રસી મુકાવવામાં દાખવાતી બેદરકારી: ગર્ભાવસ્થાના પ્રારંભ કાળથી જ ફલુ વિરોધી રસી લેવાની નિષ્ણાંતો ભલામણ કરે છે

હાલના સમયમાં તકેદારી રાખવામાં ન આવે તો ગર્ભવતી મહિલા તથા નવજાત શિશુને કોરોનાનો ભય રહે છે તેમ એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. માનવજાત માટે ગર્ભાવસ્થાનો કાળ સુખની અનુભુતિના પરમાનંદનો ખુબ જ સુખદ અનુભવ આવતો સમયગાળો ગણાય છે. પરંતુ સાથે સાથે દરેક વાલીઓ માટે આ સમયગાળા દરમિયાન બાળકનો આરોગ્યની જાળવણી કેવી રીતે રાખવી જોઇએ તેની જવાબદારી પણ વધી જાય છે. આ સમયગાળા દરમિયાન સતત પણે તનાવ હોવા છતાં ડોકટરોને તબિયત દેખાડવી અને સમયાંતરે તપાસ કરાવતા રહેવાની સજાગતા પણ એટલી જ જરૂરી છે.

ગર્ભાવસ્થા દરમિયાન માતા માટે પોતાની અને ગર્ભસ્ય બાળકની આરોગ્યની જાળવણી માટે સતત અનેક પગલાઓ લેવાના હોય છે. જેમાં ગર્ભવતી માતાને ખોરાકમાં પોષણયુકત આહાર, શારીરિક કાર્યમાં રુપમાં શ્રમ અને હળવી કસરત ઘ્યાન સાધના, વાંચન જેવી નિષ્ણાતોની સલાહ મુજબની પ્રવૃતિઓ એક આર્દશ માતા માટે અનિવાર્ય હોય છે. સાથે સાથે સમયે સમયે રસી મુકાવવી ગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી બાળક માટે અને માતા માટે સમય સમયની સારવારની એક આખી તબીબો દ્વારા આપવામાં આવતી સુચી અને સલાહ મુજબ એકપણ વસ્તુ ભલવાથી સર્જનારી સમસ્યા અંગે ગર્ભાવસ્થા દરમિયાન ખુબ જ સજાગતા દાખવવાની હોય છે.

રસીકરણના દર કોરોના તો ભય ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણની વાત કરીએ તો ભારતમાં આ બાબત રીત-રિવાજ, માન્તા અને ભ્રમણને કારણે ભારે વિસંગતા ધરાવે છે. સામાન્ય રીતે જાગૃતિ ના અભાવ અને જરુરીયાત અંગે ગફલતના કારણે રસીકરણથી સુરક્ષિત રહેવાના આંકડા ખુબ જ નબળા અને ગર્ભવતી મહિલાઓને રસીકરણથી સુરક્ષિત રાખવાનું પ્રમાણ ખુબ નબળું રહે છે.

ભારતમાં મોટાભાગે ગર્ભવતિ મહિલાઓ માટે ખુબ જ આવશ્યક એવી ફલુ અને તાવ સામે સુરક્ષા આતી ચાવીરુપ ઇનફલુએઝા રસી મુકાવવામાં પણ ભારે બેદરકારી દાખવવામાં આવે છે. અમેરિકાની સેન્ટર ઓફ ડિસીસ કંટ્રોલ એનડ પ્રિવન્સી  અમેરિકન કોલેજ ઓફ અને ગાયનેકલોજીસ્ટ દ્વારા દરેક ગર્ભવતિ મહિલાઓ માટે ઇનફલુએઝા વિરોધી રસી ફરજીયાત પણે લેવાની ભલામણ કરવામાં આવે છે. જયારે ભારતમાં આ રસી માટે ભારે ગંભીર  રીતે દુર્લશતા સેવવા માઁ આવે છે.

ગર્ભવતી મહિલાઓ પર ફલુનું જોખમ

ગર્ભવતિ મહિલા માટે એ વાત હકિકત છે કે ગર્ભવતી મહિલાઓ પર સૌથી વધુ ઋતુ આધારીત અને સંક્રમણ આધારીત ઇનફલુએન્ઝા ફલુનામા તાવનું જોખમ બિન ગર્ભવતી મહિલાઓ અને મોટી ઉમરના લોકો કરતાં વધુ પ્રમાણમાં હોય છે. શારીરિક રીતે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની રોગપ્રતિકારક શકિત સ્વ પોતાની અને બાળકની સુરક્ષા માટે જોઇએ એવી સમર્થ રહેતી નથી. આ પરિસ્થિતિ બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી રહે છે. આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાને ખુબ જ સાવચેત રહેવું પડે છે. બાળકની રોગ પ્રતિકારક શકિતનો આધાર માતાના ઘાવણ અને તેમાંથી મળતા પોષણ ઉપર સંપૂર્ણ પણે નિર્ભર હોય છે.

ગર્ભવતિ મહિલાઓને ફલુનો ચેપ લાગવાનું જોખમ

ગર્ભવતિ મહિલાઓ પર સૌથી વધુ સંક્રમિત અને અન્ય વ્યકિતઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાનું જોખમ વધી જાય છે એ અભ્યાસમાં આ ચેપના કારણે મહિલા અને બાળક પર મૃત્યુ સુધીનું જોખમ, નીચો જન્મદર, ઓછા વજન અને સામાન્ય પ્રસુતિના બદલે ચેપગ્રસ્ત મહિલાઓ માટે નોર્મલ ડીલેવરીને બદલે સિઝેરીયન ડિલેવરીની ફરજ પડે છે.

૨૦૦૯-૧૦ દરમિયાન એચ-૧  એન.૧ ના ફલુના વાયરા દરમિયાન વ્યાપક પ્રમાણમા ગર્ભવતિ મહીલાઓને દવાખાનામાં અથવા તો આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. અને ગર્ભવતિ મહીલાઓ પર છ મહિના સુધીના ગર્ભકાળ દરમિયાન સૌથી વધુ ફલુના ચેપના બનાવો નોંધાયા હતા. તેમાં પણ ૬૫થી વધુ વર્ષની વયજુથનું પ્રમાણ વધુ હતું.

કેવી રીતે રસીકરણથી મહિલા સુરક્ષિત રહી શકે

ઇનફલુએનઝાની રસી આંતરીક સ્વાસ્થ્યને માતા અને ગર્ભસ્થ શિશુની સુરક્ષા માટે ખુબ જ અસરકારક છે આ રસી માતા અને ગર્ભસ્થ બાળક માટે એન્ટીબાયોટીકનું કામ કરી સુરક્ષા પ્રદાન કરે છે. આ રસી ૧૯૬૦માં પ્રથમવાર પ્રયોગ શરુ થયો હતો અને વ્યાપક અભ્યાસ અને પ્રયોગ બાદ આ રસી સામે કોઇપણ જોખમ ન હોવાનું જાણવા મળ્યું હતું.

વર્તમાન સમયમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ગર્ભવતિ મહિલાઓ માટે દરેક તબકકામાં ફલુની રસીની હિમાયત જ નહી ખાસ તાકીદ કરવામાં આવી છે આ રસીની કોઇપણ આડઅસર થતી નથી. ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટસ એન્ડ ગાયનેકલોજીક સોસાયટી ઓફ ઇન્ડિયાએ ફલુની સુરક્ષા માટે ગર્ભાવસ્થા દરમિયાન ફલુ વિરોધી રસી લેવાની હિમાયત કરીને આ રસી અધુરા મહિને બાળકનો જન્મ અને ઓછા વજનની સમસ્યા સામે સુરક્ષા પ્રદાન કરે છે. આજ કારણે નિષ્ણાતો ગર્ભાવસ્થાના પ્રારંભિક કાળમાંથી ફલુ વિરોધી રસી લેવાની ભલામણ કરે છે. ભારતમાં વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાં તાવના વાયરા ચાલુ જ રહે છે ત્યારે ગર્ભવતિ મહિલાઓને આ જોખમથી બચવા માટે તબીબોની સલાહ સાથે આ રસી લઇ લેવી જોઇએ. જો ફલુની રસી વગર બાળકનો જન્મ કરાવ્યો હોય તો માતાના ઘાવણમાંથી બાળકને રોગપ્રતિકારક શકિતના તત્વો મળી જાય તે માટે ધાત્રી માતાને એન્ટી બોડી આપવાની ફરજ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.