રાજ્યમાં 40 હજારથી વધુ ધમધમતી પ્રી-સ્કૂલોને મંજૂરી ફરજિયાત લેવી પડશે : ફીના દર પણ નક્કી કરાશે !!!
શૈક્ષણિક સંસ્થાઓ માટે સરકાર દ્વારા અનેકવિધ નિયમો અમલી બનાવવામાં આવતા હોય છે પરંતુ પ્રિ સ્કૂલની જો વાત કરીએ તો હજુ એક પણ નીતિ નિયમો આ અંગે સરકાર દ્વારા બનાવવામાં આવ્યા નથી અને રાજ્યમાં આશરે 40,000 થી વધુ પ્રીસ્કૂલ ધમધમી રહી છે. જેના પર હજુ એક પણ નીતિનિયમો લાદવામાં આવ્યા નથી. એટલુંજ નહીં વણનોંધાયેલી પ્રીસ્કૂલ લોકો પાસેથી તોતિંગ ફી મેળવી રહી છે જેના પર અંકુશ લાદવામાં આવશે.
આ અંગે અનેક વખત સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ કારણસર આ અંગે કોઈ નીતિ નિયમો લાગુ કરવામાં આવ્યા ન હતા પરંતુ હવે સરકાર પણ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે અને માનવું છે કે હવે ધમધમતી પ્રી સ્કૂલને સરકારના દાયરામાં લેવામાં આવે. એટલું જ નહીં સરકારના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે ફ્રી સ્કૂલમાં જે પણ શિક્ષકો કામ કરતા હશે તેની પણ નોંધણી અને તેમનું મિનિમમ ક્વોલિફીકેશન ક્રાઈટેરિયા પણ નિર્ધારિત કરાશે.
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રાલયે આ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરવાનું શરૂ કર્યું છે અને કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત ફી પણ નથી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. ગુજરાત રાજ્યમાં 40,000 થી વધુ ફ્રી સ્કૂલો ધમધમી રહી છે અને એજ્યુકેશનલ ઓથોરિટી પાસે તેમની કોઈ જ નોંધણી કરવામાં આવી ન હોવાથી પોતાની મનમાની ચલાવી શકે. જ નહીં આજે ફ્રી સ્કૂલો કાર્યરત છે તે કોઈ ટેર્નામેન્ટ અથવા તો બંગલોમાં શરૂ કરી દેવામાં આવતું હોય છે જેથી કોઈ યોગ્ય નીતિ નિયમો તેને લાગુ પડતા નથી આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર દ્વારા આગામી દિવસોમાં પ્રેસ સ્કૂલ માટે નવા કાયદા નું ઘડતર પણ કરવામાં આવશે.
સ્કૂલ ઉપર યોગ્ય નીતિ નિયમો ને આમલી બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી વિચારવી મળશે કરવામાં આવ્યો હતો અને આ ફ્રી સ્કૂલની નોંધણી અંગે ડ્રાફ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેને સરકાર આગામી દિવસોમાં મંજૂર કરી દેશે તેમ રાજ્યના શિક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ નવી એજ્યુકેશન પોલિસીમાં પ્રાઇમરિ એજ્યુકેશનને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ ધોરણ 1 થી 5 અને બીજો ભાગ ધોરણ 6 થી 8નો છે. નહીં પ્રી પ્રાઇમરીને પણ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી. હાલ કોઈપણ નીતિ નિયમો જે આમલી બનાવવામાં આવ્યા ન હોવાથી સરકાર પાસે એ અંગે કોઈ માહિતી નથી કે પ્રી સ્કૂલોમાં કેટલા બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. ફીની સાથો સાથ સરકાર પ્રી પ્રાઇમરીમાં અભ્યાસ કરાવવા આવતા શિક્ષકો ની યોગ્ય લાયકાત અંગે પણ નિયમો અમલી બનાવશે. કાર માટે ખતરે કે ઘંટી એ હતી કે પ્રી સ્કૂલ 10,000 થી 80,000 રૂપિયા સુધી ફી વસૂલતી હતી જેથી આ નિયમો ને યોગ્ય અમલી બનાવવા માટે કાર્ય સરકાર હાથ કરશે.