હાલ માત્ર મુંબઇ,પુના, નાગપુરમાં ત્યારબાદ નાસિક અને ઓરંગાબાદમાં ઉ૫લબ્ધ કરાવાશે
મહારાષ્ટ્ર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા પોલીસ ગૌમાસનું પરિક્ષણ કરી શકે તે માટેની કીટ બનાવવામાં આવશે. એવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કીટ દ્વારા માંસના સેમ્પલ દ્વારા પ્રોટીનની ઓળખ કરી અડધો કલાકમાં જ પરિણામ મેળવી શકાશે. ગૌ-માંસ પ્રતિબંધને લઇ દેશભરમાં વિવાદ વકર્યો હોઇ આ પગલુ ભરવામાં આવ્યું છે.
જો આ રીપોર્ટ પોઝેટીવ આવશે તો ફરીથી અન્ય પરીક્ષણો દ્વારા ડીએનએની પ્રક્રિયા હાથ ધરાશે. એવું કે.વાય.કુલકર્ણી કે જેઓ ફોરેન્સિક સાન્યસ લેબોરેટરી કલીનાના ડેપ્યુટી ડાયરેકટર છે તેઓએ જણાવ્યું હતું.
આ પોટેબલ કીટ માટે લેબોરેટરી દ્વારા ડીઝાઇન અને વિકાસ કરવામાં આવશે. જેની કિંમત ‚ા ૮૦૦૦ પોલીસ ફોર્સ માટે નિર્ધારિત કરાઇ છે. આવી કુલ ૪૫ કીટનું ઓગષ્ટમાં મુંબઇ પોલીસને વિતરણ કરવામાં આવશે. પ્રત્યેક કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરી શકાશે. જેના દ્વારા માંસ ગાયનું છે કે અન્ય પ્રાણીનું તેની ચકાસણી કરી શકાશે.
આ પ્રકારના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ દીઠ ૭૫૦ ‚ા. કિંમત છ આ ટેસ્ટ કીટ દ્વારા ખર્ચ અને સમય બન્નેની બચત થશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારે પરીક્ષણ કરવા માટે પોલીસને માત્ર ૩૦ મીનીટનો સમય લાગશે. આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગે્રસના એમ.પી.શશી થ‚રે જણાવ્યું હતું.
આ બાબતમાં પ્રાથમિકતા અવગણના કરવામાં આવી હતી. અમારા માટે રાજય દ્વારા કેટલા નાણાં ખર્ચવામાં આવે છે તે અગત્યનું નથી.
આ કીટ હાલ માત્ર મુંબઇ, પુના, નાગપુર, પછી નાસિક અને ઓરંગાબાદ સુધી પહોચાડવામાં આવશે. છેલ્લા બે વર્ષોમાં મહારાષ્ટ્રમાં ગૌમાંસ જ નહી તમામ પ્રકારના માંસો જેમાં ગાય, બળદ સહીતના પ્રાણીઓના માંસ પર પ્રતિબંધ લદાયો છે.