ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મુકવા વિચારણા!!
દવાઓ ફાર્માસિસ્ટની સીધી દેખરેખ વિના વેચવી ન જોઈએ તેવું ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ જણાવ્યું છે.
નવનિયુક્ત ડીસીજીઆઈ રાજીવ સિંહ રઘુવંશીએ રાજ્યના દવા નિયંત્રકોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર્સમાં હાજર હોવા જોઈએ અને દવાઓ છૂટક ફાર્મસીઓમાં તેમની સીધી દેખરેખ હેઠળ વેચવી જોઈએ.
પ્રિસ્ક્રિપ્શન દવાઓના દુરુપયોગને રોકવાના લક્ષ્યમાં રઘુવંશીએ રાજ્યના નિયમનકારોને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે રિટેલ આઉટલેટ્સ પર યોગ્ય અને માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના કોઈ પ્રિસ્ક્રિપ્શન દવા વેચવામાં ન આવે.
અગાઉ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશનએ ડીસીજીઆઈને પત્ર લખીને ફાર્મસી એક્ટ,1947ની કલમ 42(એ)ને અમલમાં મૂકવાના પ્રયાસોને આગળ વધારવા વિનંતી કરી હતી. જેના હેઠળ દવાનું વિતરણ માત્ર એક લાયક ફાર્માસિસ્ટ દ્વારા જ કરી શકાય છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,1945ના નિયમ 65 પણ તે જ આદેશ આપે છે.
એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જોકે નિયમ અને કાયદો પહેલેથી જ અમલમાં હોવા છતાં એવું જોવા મળે છે કે અયોગ્ય ફાર્માસિસ્ટ દ્વારા છૂટક ફાર્મસીઓ દ્વારા દવાઓનું વેચાણ કરવામાં આવે છે. આથી તેનો અમલ એ સુનિશ્ચિત કરશે કે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા પ્રિસ્ક્રિપ્શનની સમીક્ષા કર્યા વિના દવાનું વિતરણ કરવામાં ન આવે. આ દેશમાં ઈ-ફાર્મસીના વધતા વેગને પણ અસર કરશે.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન મુજબ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના શેડ્યૂલ એચ/એચ1 દવાઓ અથવા પ્રિસ્ક્રિપ્શન દવાઓનું વેચાણ કરવું અને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ વિના ફાર્મસી ચલાવવી એ ગેરકાયદેસર છે અને આરોગ્ય માટે જોખમી છે. તેનો આરોપ છે કે આ પ્રકારની શેડ્યૂલ દવાઓનું વેચાણ ફક્ત ભારતમાં જ થઈ રહ્યું છે જે વિશ્વની ફાર્મસી તરીકે જાણીતું છે.
આ ઓર્ડર ઈ-ફાર્મસીઓને પણ અસર કરશે જે પહેલાથી જ સ્કેનર હેઠળ છે કારણ કે કેન્દ્ર ડેટાના દુરુપયોગ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,1940ના ઉલ્લંઘનને કારણે દેશમાં ઓનલાઈન ચેનલો દ્વારા દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે.આ મહિનાની શરૂઆતમાં ડીસીજીઆઈએ 20 જેટલી ઈ-ફાર્મસીઓને કારણદર્શક નોટિસ મોકલી હતી.