આજ રોજ ગુજરાત સરકારના CMO સચિવ અશ્વિની કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઈવે પર હવેથી 24 કલાક પેટ્રોલપંપ ચાલું રહેવાની જાહેરાત કરાઈ છે જેથી મુસાફરોને રાહત થશે.
લોકડાઉન 4.0 દ્વારા હવે ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને આ છૂટને લઈને લોકોએ નવી જીવન શૈલીને સ્વીકારી છે. રાજ્યમાં હવેથી જીવન જરૂરિયાતની દુકાનો ચાલું રહેશે પરતું રાજ્યમાં રાત્રે 7 થી સવારના 7 સુધી કોઈ પણ અવાર જવરને છૂટછાટ નથી.
હાલમાં માસ્ક પહેર્યા વગર કોઈ બહાર નીકળે નહીં. સરકાર લોકોની લાગ્ણી અને અપેક્ષા સમજે છે અને લોકડાઉનનું પાલન કરે તે બધા માટે હિતાવહ છે.