પાંચ શહેરમાં પ્રયોગીક ધોરણે મળેલી સફળતાને આધારે ઓઇલ કંપનીઓને મહત્વનો નિર્ણય: દેશભરના ૫૮૦૦૦ પેટ્રોલ પંપો પર દરરોજ ભાવ નકકી થશે
પબ્લિક સેકટર ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ૧૬ જુનથી એટલે કે આવતા અઠવાડીયાથી દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રોજેરોજ બદલાવ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેના ભાગરુપે પેટ્રોલ-ડીઝલમાં શાકભાજીની જેમ દરરોજ વધારો ઘટાડો થશે. ઓઇલ કંપનીઓને પાયલોટ પ્રોજેકટમાં મળેલી સફળતાને આધારે આ નિર્ણય લેવાયો છે.
દેશની ત્રણ સૌથી મોટી પબ્લિક સેકટર ઓઇલ માર્કેટીંગ કંપનીઓ ઇન્ડીયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ભારત પેટ્રોલીયમે ગુરુવારે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે દેશભરમાં ૫૮૦૦૦ પેટ્રોલ પંપો ઉપર ૧૬ જુનથી પેટ્રોલ અને ડીઝલના ભાવો દૈનિક આધાર નકિક થશે. જે મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ કિંમતોમાં વધ-ઘટ તથા વિદેશી વિનિમય દરમાં ઉતાર-ચઢાવને આધારે અમુક પૈસાનો બદલાવ નોંધાશે.
કંપનીઓ દ્વારા બહાર પડાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ઉદયપુર, જમશેદપુર, પોંડુચેરી, ચંદીગઢ અને વિશાખાપટ્ટનમમાં ૧લી મે થી પાયલોટ પ્રોજેકટ કાર્યરત હતો જેમાં પેટ્રોલ-ડીઝલની છુટક કિંમતોમાં રોજ બદલાવ કરાતાહતા. આ પાયલોટ પ્રોજેકટમાં મળેલી સફળતા બાદ હવે, પબ્લિક સેકટર ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આ પ્રોજેકટ પુરા દેશમાં લાગુ કરી નવી વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થાથી પૌરદર્શિતા આવશે તેમજ ઘણા વિકસીત દેશોમાં આ પ્રકારની વ્યવસ્થા અગાઉથી જ કાર્યરત છે.
આ નિર્ણયન સાથે જ ઓઇલ કંપનીઓએ ઉપભોકતાઓ સુધી તેલ પદાર્થોની કિંમતોમાં બદલાવ અંગે સાચી જાણકારી પહોંચાડવા માટે વિશેષ તૈયારીઓ શરુ કરી દીધી છે. જેમાં રોજેરોજ ના પેટ્ોલ-ડીઝલના ભાવો અખબારોમાં છાપવાની તૈયારીનો પણ સમાવેશ છે.