દેવોના દેવ મહાદેવ !! લોકવાયકા છે કે મહાદેવની કૃપા મેળવવા માટે તેમની પૂજા અને જળાભિષેક કરવામાં આવે છે ત્યારે જસદણમાં ધેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દાદાને જળાઅભિષેક કરવાના ચાર્જ વસુલવામાં આવશે તેવા બોર્ડ લગતા ભક્તજનોમાં, સાધુસંતોમાં, સ્થાનીકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરની છે જ્યાં સોમનાથ દાદાને જળ અભિષેક કરવાના રૂપિયા આપવા પડશે જેને લઈ મંદિરમાં એક બોર્ડ મારવામાં આવ્યું કે રૂ. 351 આપી આપ જળ અભિષેક કરશો. ત્યારે અહીં દર્શન કરવા આવતા ભક્તજનોમાં રોશની લાગણી ફાટી નીકળી હતી ભક્તોએ જણાવ્યું હતું કે દાદાના દર્શન કરવા અમે વર્ષોથી આવી છીએ તો ત્યારે કોઈપણ પૈસા લેવામાં આવતા ન હતા પણ હવેથી 351 રાખવામાં આવ્યા છે જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
નાના માણસને ભગવાનનો અભિષેક કરવું હોય તો કેમ કરી શકે: હીરેનભાઈ પંચોલી
હીરેનભાઈ પંચોલી જણાવ્યું હતું જળાભિષેક માટેનો આ નિર્ણય ધર્મ વિરુદ્ધ છે. નાના માણસને ભગવાનનો અભિષેક કરવું હોય તો કેમ કરી શકે ?? અમીર પુજા કરી શકશે જ્યારે ગરીબ નહીં કરી શકે. આ તદન ખોટું છે આવાં નિયમો બંધ કરવા જોઈએ એવી માગણી કરી છે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ઉપવાસ પર ઉતરશુ.
નગરપાલિકા નરેશભાઈ ચોહલીયા પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે મને દુઃખ ની લાગણી થઈ છે. જળાભિષેક કરવાના 351 ન હોય. અહીં હજારો શ્રદ્ધાળુ આવતા હોય દાદાના દર્શન કરતા હોય પૂજા અર્ચના કરતા હોય ત્યારે લોકોને હવે શું કરવું ?? અમે કલેકટર અને મામલતદારને રજૂઆત કરીશું અને આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવે તેવી પણ માંગણી કરીશું. 351 રૂપિયા આપવાના રહેશે આવું બોર્ડ લાગતા ભક્તજનોમાં રોશની લાગણી વ્યાપી ગઈ હતી.
ઘેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ
ઈ.સ 1457ની આસપાસ વેરાવળ સોમનાથના સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ પર મોહમ્મદ જાફરે જ્યારે ચઢાઈ કરી ત્યારે મીનળદેવી જ્યોતિર્લિંગ લઈને નીકળી ગયા હતા. મોહમ્મદ રફીના સૈનિકો તેમની પાછળ તેમને મારવા માટે આવી રહ્યા હતા ત્યારે અનેક લોકોએ ધર્મની રક્ષા કરવા માટે બલિદાન આપેલા છે. જેમનો પુરાવો ઘેલા સોમનાથ મંદિરના પટ્ટા ગણમાં પાળીયા તેમજ શિલાલેખ તરીકે પુરાવો છે. ઘેલા સોમનાથ મહાદેવના શિવલિંગ પર મોહમ્મદ જાફરે કરેલા તલવારના ઘા પણ હાલ મળી આવે છે તેવું લોકોનું કહેવું છે.