અમદાવાદ: વિશ્વભરને હચમચાવી નાખનાર કોવિડ-19 જન્ય કોરોના ગુજરાતમાં જનજાગૃતિથી હવે બહુ ફાવતું નથી અને તેના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ રસીકરણની જાગૃતિને લઈને કાબુમાં આવેલા કોરોનાના નવા કેસમાં ઘટાડો અને રિકવરી રેટ સતત વધી રહ્યો છે. થોડા સમયમાં જ કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવે તેવા સંજોગો ઉભા થયા છે. અત્યારે રસીકરણના અભિયાનમાં અગાઉ કોરોના વોરીયર્સ, વૃદ્ધો, બિમાર પછી 18 વર્ષથી ઉપરના જુવાન અને હવે બાળકોને રસીથી સુરક્ષીત કરવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોવીશિલ્ડ રસીના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 42 દિવસ એટલે કે, 6 અઠવાડિયાનું અંતર રાખવાની હિમાયત કરવામાં આવી છે. જેમાંથી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોએ રસી લીધી છે તેને ફરીથી રસીકરણ માટેની નોંધણી કરાવવી પડશે.
રાજ્ય રસીકરણ અધિકારી ડો.નયન જાનીએ જણાવ્યું હતું કે, જે લોકોએ રસી લેવા માટે 28 દિવસનો સમયગાળો નક્કી કર્યો હતો તેમાં હવે ફેરફાર આવ્યો છે અને બીજા ડોઝ માટે 42 દિવસનો
સમય રાખવાનો રહેશે. આ નવા અભ્યાસમાં રસીનો સમયગાળો વધારવાથી તેની અસરકારકતામાં વધુ ફાયદો થશે.
સુરક્ષા અધિકારી અમિત ખત્રીએ જણાવ્યું હતું કે, બે ડોઝ વચ્ચેનું અંતર 42 દિવસનું રાખવામાં આવ્યું છે. રસીની અછત અને રસીકરણની વ્યવસ્થાને આ ગેપ વધુ સરળ બનાવી દેશે. 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને બીજા ડોઝ માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે.
વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં બુધવારે 28થી 42 દિવસ વચ્ચેનો ગાળો ધરાવતા અનેક લોકોને રસીકરણ કેન્દ્ર પરથી પાછા ફરવું પડ્યું હતું. વેક્સિનના ડોઝની સંખ્યાઓ ઓછી હોવાથી પણ ઘણા લોકોને રસી લીધા વિના પાછા ફરવું પડ્યું હતું.