નવી હાઈ-વે પોલીસીથી લોકોને ઈલેકટ્રોનિક ટોલ ફી ચુકવવા માટે કરાશે જાગૃત
કેન્દ્ર સરકાર હાલ ટોલ પ્લાઝા અને તેમાંથી વસુલાતા ટોલ ફીને લઈ નવી યોજના બનાવી રહી છે. વાત કરીઈ તો લોકો હાલ એક ટોલથી થઈ બીજા ટોલ સુધીની ટોલ ફી ભરવી પડે છે જે હવે કેટલા કિલોમીટર જવુ હશે તે આધારીત ટોલ વસુલાશે જેને લઈ કેન્દ્ર સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે.
કેન્દ્ર સરકારે આ મુદે કાર્ય શરૂ કરી દીધું છે. જેમાં નવી ટોલ પોલીસ નેશનલ હાઈવે માટે બનાવાશે. જેમાં યાત્રિકોએ જેટલા કિલોમીટરની યાત્રા કરવી હશે તેટલી તેઓ ટોલ ફી ભરવી પડશે. જેથી લોકો પરનું ટોલનું ભારણ ઘટશે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત ટોલ પોલીસી આગામી ૩ મહિનામાં બની જશે.
સાથો-સાથ કેન્દ્ર સરકાર સીટી વિસ્તારથી દુર ટોલ પ્લાઝા બનાવશે. જેથી ધરણા કે પછી અન્ય કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
હાઈવે મિનીસ્ટ્રીનાં સુત્રો પ્રમાણે પોલીસીનું જે નિર્માણ થશે તે ડાયનામીક રહેશે અને લોકોને ઈલેકટ્રોનીક મોડથી ટોલ ફી વસુલવા માટે પ્રેરીત કરશે. જેમાં લાગત તમામ જરૂરીયાતવાળી વસ્તુની રચના કરી પર્મનેન્ટ ડિસ્કાઉન્ટનો લાભ યાત્રિકોને આપશે. હાલ મુખ્ય સમસ્યા એ છે કે ટોલબુથ ઉપર ખુબ જ લાંબી લાઈનો લાગતી હોય છે.
તેના જવાબમાં હાઈવે મીનીસ્ટ્રીનું માનવું છે કે, જો લોકો ઈલેકટ્રોનીક મોડથી ટોલ ફી આપે તો મહદઅંશે જે ટ્રાફિક કે લાંબી કતારો લાગતી હોય છે તે નહીં લાગે, માત્ર ૭૦ થી ૮૦ ટકા લોકો જો ઈલેકટ્રીક મોડથી પેમેન્ટ કરવાનું શરૂ કરી દયે તો.
વિત મંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, સરકાર નવી પોલીસી લઈને આવી રહી છે. જેમાં તેઓને પોલીસનું નામ ‘ પે એસ યુ યુઝ’ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ઈસ્ટર્ન પેરીફેરલ એકસપ્રેસ પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જે હવે વેસ્ટર્ન પેરીફેરલ એકસપ્રેસને જે દિલ્હીની આજુબાજુમાં બનાવાયો છે. તેના માટે ઈમ્પીલીમેન્ટ કરાશે.
નવા ગ્રીન ફિલ્ડ રોડસ માટે આ પોલીસી ખુબ જ ઉપયોગી અને સરળ નિવડશે પરંતુ પહેલેથી નિર્માણ પામેલા રોડ અને જે રોડ પર અનલીમીટેડ એન્ટ્રી અને એકઝીટ છે તેના માટે ખુબ જ અઘરૂ બની રહેશે. હાલ ટોલ પ્લાઝા અત્યારે ૬૦ કિલો મીટરનાં અંતરે બનાવવામાં આવ્યા છે. જેથી જે લોકોને માત્ર ૨૦ કે પછી ૩૦ કિલોમીટરની મુસાફરી કરવી હોય તો તેઓએ ૬૦ કિલોમીટર માટે ટોલ ફી આપવી પડે છે જેમાં નવી પોલીસી પ્રમાણે લોકોએ તેટલો જ ટોલ આપવાનો રહેશે જેટલા કિલોમીટર તેઓ ફર્યા હશે.
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર પોલીસી એવી પણ બનાવવામાં આવી હતી. જેમાં મહાનગર પાલિકાની ૧૦ કિમીની હદની અંદર ટોલ પ્લાઝા ન હોવો જોઈએ પરંતુ એ પણ હાલ ચિંતાનો વિષય બન્યો છે કારણકે અત્યારનાં સમયમાં મહાનગર પાલિકાની હદમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.
જે હાઈવે મીનીસ્ટ્રી માટે ચિંતાનો વિષય છે પરંતુ આ નવી પોલીસીથી લોકો ઉપર ટોલ ફીનું ભારણ ખુબ જ ઓછું થઈ જશે. કયાંકને કયાંક કેન્દ્ર સરકાર વિકાસની રાહે અગ્રેસર થઈ રહી છે તેમ તેમની પોલીસ ઉપરથી જણાઈ રહ્યું છે.
હાલ સ્ટેટ હાઈવે ઉપર પ્રાઈવેટ એલએમવી વાહનોને ટોલ ફિ માંથી માફી આપવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવેની આ નવી પોલીસીથી લોકોને ખુબ જ ઉપયોગી નિવડશે.