વી.વી.પી. ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરી નવીન પદ્ધતિ: જીટીયુએ આપ્યો એવોર્ડ
હોસ્પિટલમાં દર્દીઓના બાટલા ચડતા હશે ત્યારે ડોકટર કે નર્સ પગંલે પગલે ચેક કરવા જવું નહીં પડે તેવું સંશોધન વીવીપી ઇજનેરી કોલેજના ઇલેકટ્રીકલ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યુ છે. જીટીયુ ઇનોવેશન સંકુલ ડેની ઉજવણીએ આ પ્રોજેકટ રજૂ થતા પ્રોજેકટને એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી દવારા દર વર્ષે “જી.ટી.યુ ઈનોવેશન સંકુલ ડે ઉજવવામાં આવે છે તેમાં વિવિધ કેટેગરી રાખેલ હોય છે. આનો મુખ્ય હેતુ રીસર્ચ ના નવા વિચારો ઈનોવેશન ને પ્રોત્સાહન આપવાનો હોય છે. આ વર્ષે “જી.ટી.યુ ઈનોવેશન સંકુલ ડે – ર૦ર૧ ની ઉજવણી કરવામાં આવેલી તેમાં વિવિધ ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. જે અંતર્ગત આઈ.ટુ.આઈ.(ઈનોવેશન ટુ ઈમ્પેકટ) કેટેગરીમાં વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રીકલ વિભાગનાં આઠમાં સત્રનાં વિદ્યાર્થીઓ તોયમ ધીરજભાઈ શર્મા, જય ભરતભાઈ કારેલીયા, ખોજેમા આબીદ માંકડા વિદ્યાર્થીઓ દવારા “આઈ.વી.લેવલ મોનીટરીંગ સિસ્ટમ નામનો આકર્ષક પ્રોજેકટ રજુ કર્યો હતો. જેમાં આ પ્રોજેકટ હોસ્પીટલોમાં ડોકટરો અને નર્સો ને હવે દર્દીઓની સારવાર માટે બાટલા ચડતા હોય ત્યારે તેનું લેવલ કેટલુ છે તે જોવા માટે પલંગે પલંગે જાવુ પડતુ હોય છે તે જાવુ નહી પડે બાટલાનું મોનીટરીંગ મોબાઈલ દવારા નર્સ કે ડોકટર પોતાની ઓફીસમાં પણ જાણી શકશે. આમ દર્દીઓને તેમજ ડોકટર અને નર્સો ને આ અદ્યતન સીસ્ટમ ઘણી ઉપયોગી થઈ શકશે અન મોટી મોટી હોસ્પીટલોમાં ડોકટરો અને નર્સોનો મોનીટરીંગ માટે ઘણો સમય બગડતો હોય છે તે સમય વધુમાં વધુ દર્દીઓને અન્ય નિદાનની સેવા માં ઉપયોગી થઈ શકશે અને દર્દીઓ પોતાની ઘરે બાટલા ચડાવે તો પણ ડોકટર અને નર્સ આસાનીથી મોનીટરીંગ કરી શકશે. આ પ્રોજેકટને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કેટેગરીમાં કુલ ર૦૦ એન્ટ્રીઓ આવી હતી અને જે પ્રોજેકટને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ દવારા એવોર્ડ બીરદાવવામાં આવ્યા હતા.
આ પ્રોજેકટનાં વિદ્યાર્થીઓને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા અને હર્ષલભાઈ મણીઆર તેમજ સંસ્થાના આચાર્ય ડો. જયેશભાઈ દેશકર અને ઈલેકટ્રીકલ વિભાગનાં વડા ડો. ચિરાગ વિભાકર તથા કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.