પરિવર્તન એ સંસારનો નિયમ છૈ તો આ નિયમ  દેશનાં બેંકિંગ સેક્ટરમાં પણ લાગુ પડે છે. તમે રવિવારે રજા માણતા હતા ત્યારે કદાચ અચાનક તમારા બેંક ખાતામાં  પગાર જમા થવાનો મેસેજ આવ્યો હોય તો ચોંકી ન જતા, આ કોઇ ફ્રોડ નથી, રિઝર્વ બેંકે શરૂ કરેલી રજાના દિવસે પણ બેંક ટ્રાન્ઝક્સનની સુવિધાનો ભાગ છે. હવે થી રજાના દિવસે પણ ઓનલાઇન ટ્રાન્ઝક્સન ચાલુ રહેશે.

રિઝર્વ બેંકે 1 લી ઓગસ્ટથી બેંકિંગ સુવિધાઓમાં પાંચ આમુલ ફેરફારો લાગુ કર્યા છે, ક્યાંક ગ્રાહકોની વધુ સુવિધા માટે તો ક્યાંક ગ્રાહકોનાં ખિસ્સા ખંખેરીને બેંકોની આવક વધારવા માટે.  જેમાંનો એક અતિમહત્વનો છે જે અનુસાર પેન્શન, પગાર, તથા હપ્તા ચુકવવા જેવા કામ પતાવવામાં બેંકિંગ હોલી-ડે જેવા બિલંબ નહી નડે. આઝાદ ભારતને 75 વર્ષ બાદ ભારતનું બેંકિંગ માળખું વધારે વાઇબ્રન્ટ થઇ રહ્યું છે. રિઝર્વ બેંકે નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસનાં નિયમોમાં બદલાવ કરબતા આ સુવિધા શક્ય બની છે જેના કારણે હવે ગ્રાહકો વિવિધ બિલ, લોનનાં હપ્તા, મ્યુચ્યુઅલ ફંડનાં ચુકવણા, તથા વિમાના પ્રીમિયમ રજાના દિવસે પણ ચુકવી શકશે. જે અત્યાર સુધી સોમવારથી શુક્રવાર સુધી જ થઇ શકતા હતા.

આ ઉપરાંત અન્ય બેંકના એટીએમ માંથી નાણા ઉપડાવા માટેનાં 15 રૂપિયાનાં ચાર્જને વધારીને 17 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત  અમુક ચોક્કસ નક્કી કરાયેલા ટ્રાન્ઝક્સન બાદ થનારા નાણાકિય વ્યવહારો ઉપર પણ ચાર્જ લાગી શકે છે.  આઇસીઆઇસીઆઇ બેંકે તો પોતાના સેવિંગ ખાતા ધારકો માટે ચેકબુક સુવિધા આપવાનાં અને અન્ય બેંકોનાં ખાતામાંથી નાણાકિય વ્યવહાર કરવાનાં ચાર્જ વસુલવાની જાહેરાત પણ કરી છે. મુંબઇ, દિલ્હી,  ચેન્નઇ, કોલકોતા, બેંગ્લોર તથા હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોને બાદ કરતાં તમામ શહેરોમાં ત્રણ થી વધારે ફાયનાન્શ્યલ  ટ્રાન્ઝક્સન ઉપર 20 રૂપિયા તથા નોન-ફાયનાન્શ્યલ માટે 8.50 રૂપિયા ચાર્જ લાગશે.  અત્રે ખાસ નોંધ નીય છે કે એટીએમ નાં વપરાશ ઉપર ચુકવવો પડતો ચાર્જ છેલ્લે 2014 માં બદલવામાં આવ્યો હતો. ત્યારે પણ નાના ગ્રાહકોની તાકિદની જરૂરિયાત તથા નાના શહેરોમાં નેટની સુવિધાને ધ્યાનમાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત  ન્યુનતમ બેલેન્સ માટેનામ નિયમો પણ બદલવામાં આવ્યા હોવાના અહેવાલ છે.પોસ્ટઓફિસ દ્વારા શરૂ કરાયેલી પેમન્ટ બેંક સેવા પણ હવે ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલ કરશે. ડોરસ્ટેપ બેંકિગ સેવા માટે હવે ગ્રાહકોને દર વિઝીટે 20 રૂપિયા વિઝીટ ચાર્જ ચુકવવાનો રહેશે. યાદ રહે કે ડોર સ્ટેપ બેંકિંગ સેવા માટે પોસ્ટ વિભાગે પોતાના પોસ્ટમેનોને કામે લગાડ્યા છે.

ઓનલાઇન બેંકિંગની સુવિધાનાં કારણે ભારતીય બેંકિંગ માળખાનું સ્ટ્રક્સચર વિશ્વની ટોપ 25 દેશોની યાદીમાં આવી ગયું છે.   જોકે હવે ગ્રાહકોને એ પણ યાદ રાખવું પડશૈ કે હવે ભારતમાં કાંઇ મફત મળવાનું નથી.અ્રા સુનુકસાનનાં વિધા માટે તમારે નાણા ચુકવવા જ પડશે. કુલ 12 સરકારી તથા 22 ખાનગી બેંકોનું વ્યાપક નેટવર્ક ધરાવતા ભારતમાં હવે ઇમીડિયેટ પેમેન્ટ સવિર્વિસ ની સફળતાએ ભારતને પેમેન્ટ ઇનોવેશનનાં ક્ષેત્રે પામચમા ળેવલ સુધી પહોંચાડ્યું છે. હાલમાં ભારતમાં 46 વિદેશી બેંકો તથા 56 ગ્રામિણ પાદેીશક બેંકો છૈ આ ઉપરાંત 1485 જેટલી અર્બન કો-ઓપરેટિવ બેંકો છે. દેશમાં બે લાખથી વધારે એ.ટી.એમ મશીનો લાગેલા છે. આમ તો વિશ્વમાં કેનેડાની બેંકિંગ વ્યવસ્તા સર્વ શ્રેષ્ઠ ગણાય છે પણ ત્યાં ભારત જેટલી વસ્તી નથી, એમાંયે પાછી ભારત જેટલી ગરીબ અને નિરક્ષર વસ્તી નથી. આમ છતાં પણ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ડિપોઝીટો વાર્ષિક 13.93 ટકાના દરે વધતી રહી છે. 1.93 ટ્રિલિયન અમેરિકન ડોલરની ડિપોઝીટ ભારતીય બેંકો જાળવી રહી છે.  આવડું મોટું માળખું હવે કોઇપણ રજા ભોગવ્યા વિના 24ડ7 ચાલતુ રહે તે એક સિધ્ધિ ગણાવી શકાય.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.