વોટ્સએપ ટૂંક સમયમાં લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર: બેટલ ઇન્ફોના રીપોર્ટમાં અપાઈ માહિતી
જો કંઈક એવું બને કે તમે મોડી રાતે વોટ્સએપ પર ચેટિંગ કરતાં હોવ અને કોઈને ખબર પણ ન પડે કે તમે ઓનલાઈન’ છો, તો કેવું સારું! જો તમે પણ કંઈક આવું ઈચ્છો છો, તો અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ એક નવું અપડેટ બહાર પાડી રહ્યું છે જેનાથી તમે તમારા સંપર્કોથી તમારું ઓનલાઈન સ્ટેટસ’ છુપાવી શકશો. આ રીતે, તમે જયારે ઇચ્છો ત્યારે વોટ્સએપનો ઉપયોગ કરી શકશો અને તમારા મિત્રો, સંબંધીઓ અથવા ઓફિસના લોકોને તેની જાણ પણ નહીં થાય, તેઓ તમને ખલેલ પહોંચાડશે નહીં.
વોટ્સએપ બેટલ ઇન્ફોના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે જે એક અદ્ભૂત પ્રાઇવાસી ફીચર સાથે આવશે. આ અપડેટ હેઠળ વોટ્સએપ યુઝર્સ તેમના ઓનલાઈન સ્ટેટસ’ને છુપાવી શકશે. જયારે તમે ઓનલાઈન હોવ ત્યારે તમારા કોન્ટેક્સમાંથી કોણ તેને જોઈ શકે તે તમે પસંદ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે, તે તમારા વોટ્સએપ સેટિંગ્સ દ્વારા જ થઈ શકશે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે તમારું ઓનલાઈન સ્ટેટસ છુપાવવાનું ફીચર એ જ રીતે કામ કરશે જે રીતે લાસ્ટ સીન’ અને પ્રોફાઈલ પિક્ચર’ના પ્રાઈવસી ઓપ્શન્સ કામ કરે છે.
બેટલ ઇન્ફોના રિપોર્ટના સ્ક્રીનશોટ મુજબ, કોણ ઓનલાઈન સ્ટેટસ જોઈ શકે છે, તમે બે વિકલ્પોમાંથી એક પસંદ કરી શકો છો, એક એવરીવન અને એક સેમ એઝ લાસ્ટ વન. આનો અર્થ એ છે કે તમે જે વિકલ્પ પસંદ કરો છો તે તમારા લાસ્ટ સીન’ કોણ જોઈ શકે છે, તે જ સેટિંગ ઓનલાઈન સ્ટેટસ’ માટે પણ લાગુ થશે.
તમને જણાવી દઈએ કે બેટલ ઇન્ફોના રિપોર્ટ અનુસાર, આ ફીચર પહેલા આઈઓએસ માટે રિલીઝ થઈ શકે છે અને પછી એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે.હાલમાં, આ ફીચર પર કામ ચાલી રહ્યું છે, પરંતુ જયારે પણ તે બહાર પાડવામાં આવશે, તે પહેલા વોટ્સએપ બીટા વપરાશકર્તાઓ માટે અને પછી બાકીના વપરાશકર્તાઓ માટે પછીથી રજૂ કરવામાં આવશે.