વધતા જતા ફેક ન્યૂઝ અને મોબલિચિંગને પગલે વોટસએપે શરૂ કર્યું નવુ ફિચર
સોશ્યલ મેસિજિંગ એપ વ્હોટસઅપ પર હવે એક મેસેજને પાંચથી વધારે લોકોને ફોરવર્ડ નહી કરી શકાય. આ અંગે કંપનીએ જણાવ્યુ કે સમગ્ર દેશમાં આ વ્યવસ્થા બુધવારથી લાગુ થશે
વ્હોટસઅપ પર લગાતાર ફેલાતી અફવાઓ અને મોબલિચિંગની ઘટનાઓને રોકવા માટે કંપની એક એવા ફિચરનું ટેસ્ટીંગ કરી રહી છે. જેના આવ્યા બાદ વધારે ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ નહી કરી શકો એટલે હવે વ્હોટસઅપ મેસેજ ફોરવર્ડ કરવાની સીમા તૈયાર કરી રહ્યું છે.
આ નવા અપડેટ બાદ વ્હોટસઅપ પર મેસેજને તુરંત ફોરવર્ડ પણ નહી કરી શકાય. તેના માટે એક સમયસીમા નકકી કરવામાં આવી રહી છે. સાથે જ ભારતીય યૂજર્સ તથા એકવારમાં માત્ર ૫ ગ્રુપમાં જ કોઈ મેસેજ ફોરવર્ડ કરી શકશે. તથા અન્ય દેશોનાં યૂઝર્સ એકવારમાં ૨૦ અલગ અલગ ગ્રુપમાં કોઈ પણ મેસેજ કે વીડીયો ફોરવર્ડ કરી શકે છે. મહત્વનું છે કે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધારે વીડીયો અને મેસેજ ફોરવર્ડ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઈલેકટ્રોનિકસ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા ૩ જુલાઈએ વ્હોટસઅપને પહેલી નોટીસ અપાઈ હતી. સરકારે ચેતવણી આપતા કહ્યું હતુ કે વ્હોટસઅપ પોસ્ટ રોકવા માટેનો યોગ્ય ઉકેલ નથી લાવી રહ્યું કેન્દ્રએ વ્હોટસઅપને બીજીવાર નોટીસ ફટકારી હતી અને કહ્યું હતુ કે વ્હોટસઅપ ખોટી અફવાઓને રોકે નહી તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.