પ્રસુતિ વખતે માતા અને બાળક મૃત્યુદર ઘટાડવા સરકારના પ્રયાસો
પ્રસુતિ વખતે માતા અને બાળકને સુરક્ષા આપવા તેમજ બાળક અને માતા મૃત્યુતર ઘટાડવા સરકારે લક્ષ્ય યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ પ્રસુતિ કરાવતા ડોકટરો અને નર્સોને ઇનામો આપવાની સરકારે જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રાલયે લક્ષ્ય યોજના હેઠળ અમુક સુચનો પાઠવ્યા છે. જેમાં દરેક હોસ્પિટલમાં બેડ, પ્રસુતિ માટેના ઉપકરણો સહીત આંતર માળખાકીય સુવિધાઓ ઉ૫લબ્ધ કરાવવા જણાવાયું છે.
તાજેતરમાં સરકારે દેશભરમાં લક્ષ્ય યોજના લોન્ચ કરી અમલી બનાવી છે જેમાં દરેક હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓ ફરજીયાત પણે હોવાનું સુચવાયું છે. હોસ્પિટલોમાં પેગ્નેનેટ મહીલાઓ માટે અલગ રુમ હોવા જોઇએ અને તેમાં પણ ટેબલની જગ્યાએ પથારીઓ ઉ૫લબ્ધ કરાવવા નાણામંત્રાલયે સુચનો કર્યા છે. આ ઉ૫રાંત પ્રસુતિ વખતે માતાને બને તેટલી ઓછી પીડા થાય તેવા પ્રયાસો ડોકટરો-નર્સોએ હાથ ધરવા જોઇએ.
એક અધિકારીએ જણાવ્યું છે દેશમાં પ્રસુતિના ૨૦,૦૦૦ જેટલા કેન્દ્રો છે તે દરેક કેન્દ્રોમાં જરુરી તમામ સુવિધાઓ ઉ૫લબ્ધ થાય અને માતા તથા બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય તેવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. મોટાભાગના કેસોમાં નેચરલ ડીલીવરી થાય તે પણ ડોકટરીએ વધુ મહત્વ આપવું જોઇએ જેથી માતા અને બાળકના જીવ પર કોઇ જોખમ ઉભું થાય નહિ.
આ અંગે અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રસુતિ કરાવતા જે ડોકટરો અને નર્સો સરકારની આ ગાઇડ લાઇનને માન્ય ગણશે અને તે અનુસાર પાલન કરશે તે તમામ ડોકટરો અને નર્સોને પ્રોત્સાહનના ભાગરુપે સરકાર નાણાંકીય વળતર ચુકવશે.
વર્ષ ૨૦૧૪માં જારી થયેલા લેનસેટના અભ્યાસ પ્રમાણે બાળબના જન્મ સમયે જ મૃત્યુનો સૌથી મોટો ખતરો હોય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અન્ય અધિકારીએ કહ્યું કે નેશનલ હેલ્થ મીશન (એનએચએમ) લાગુ થયા બાદ ડીલીવરી કેન્દ્રોમાં વધારે થયો છે. જો કે આ કેન્દ્રોમાં વધારો થવાથી પ્રસુતિ વખતે માતા અને બાળકમૃત્યુ દર ઘટશે તેમ કહી શકાય નહી પરંતુ જો આ કેન્દ્રોમાં યોગ્ય તમામ સુવિધાઓ વિકસશે તો આ દરમાં જરુરીથી ઘટાડો નોંધાશે. જેથી હોસ્પિટલોમાં ડીલીવરી માટેના ફંકશનલી સાધન સરંજામો અને આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી થાય તે અત્યંત આવશ્યક છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સીસ્ટમના પ્રમાણે, દેશમાં ૨૦,૦૦૦ ડીલીવરી કેન્દ્રો છે. જેમાં દર વર્ષે ૨.૬૪ કરોડ ડીલીવરી થાય છે. જેમાંથી ૪૪,૦૦૦ મૃત્યુ પામે છે. વર્ષ ૨૦૧૧ થી ૧૩ ના ગાળા દરમીયાન દર એક લાખે મૃત્યુ ૧૬૭ એ રહ્યો હતો. જયારે વર્ષ ૨૦૧૬માં દર એક હજારે બાળક મૃત્યુદર ૩૪ ટકા એ રહ્યો હતો.