ભારતમાં મંજૂરીના પગલે હવે જોન્સન એન્ડ જોન્સનની રસીનો ડોઝ બજારમાં થશે ઉપલબ્ધ: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત
ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. જોન્સન એન્ડ જોન્સનની કોવિડ વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.
ગયા સપ્તાહે જ અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને ભારતમાં કોરોનાની વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. જોકે ભારતમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ક્લિનિક્લ ટ્રાયલ જરૂરી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોન્સન એન્ડ જોન્સન તરફથી DGCIને આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 600 લોકો પર ટ્રાયલ કરવા માંગે છે. બે ગ્રૂપુમાં ટ્રાયલની અરજી આપવામાં આવી છે. એક ગ્રુપમાં 18થી 60 વર્ષના લોકોને રાખવામાં આવશે.
બીજા ગ્રુપમાં 60થી વધારે ઉંમરના લોકોને રાખવામાં આશે. ત્રીજા તબક્કામાં વેક્સિનની સુરક્ષા અને ઈમ્યુનિટી લેવલની તપાસ કરવામાં આવશે. જોન્સન એન્ડ જોન્સનની આ વેક્સિનનો એક જ ડોઝ લેવાની જરૂર છે. વેક્સિન લીધાના 28 દિનસ પછી બ્લડ સેમ્પલ લઈને તેની તપાસ કરવામાં આવશે.