સોલાર પોલીસીમાં મહત્વનાં સુધારા, મુખ્યમંત્રીની જાહેરાત: લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો અગાઉ મંજૂર
લોડના ૫૦ ટકાની કેપેસીટીમાં પ્લાન્ટ સપીત કરી શકતા હતા જે મર્યાદા દૂર કરાઈ
ઉદ્યોગોની વધારાની સૌરઉર્જા વીજકંપની રૂા.૧.૭૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે ઉદ્યોગો અન્ય ભાડાની જગ્યા પર પણ પ્લાન્ટ સપીને વીજ ઉત્પાદન કરી શકશે
રાજ્ય સરકારે ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનને વેગ આપવા તેમજ એમએસએમઈ (લઘુ,નાના અને મધ્યમ) ઉદ્યોગો પણ સૌર ઉર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તે માટે સોલાર પોલીસીમાં જરૂરી સુધારા-વધારા કર્યા છે જે અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે હવેી એમએસએમઈ એકમો મંજૂર લોડના ૧૦૦ ટકાી વધુની ક્ષમતાની સોલાર એનર્જી સીસ્ટમ સપી શકશે. બાદમાં વધારાની ઉત્પાદન યેલી વીજળીને તે વીજ કંપનીને રૂા.૧.૭૫ પ્રતિ યુનિયના ભાવે વેંચી પણ શકશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે સૌર ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ૨૦૧૫માં સોલાર પોલીસી જાહેર કરી હતી. સોલાર પોલીસી જાહેર કરવાવાળુ એકમાત્ર રાજય ગુજરાત છે. આ સોલાર પોલીસીનો વ્યાપ વધારી તેમજ સમયાંનુકુલ જરૂરી બદલાવ સો એમએસએમઈ એકમોને સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરીત કરવા જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે.અગાઉ સોલાર પ્રોજેકટના ઈન્સ્ટોલેશન માટે મંજૂર લોડના ૫૦ ટકાની કેપેસીટીમાં સોલાર એનર્જી સીસ્ટમ સપિત કરી શકાતી હતી. જેમાં હવે ફેરફાર કરીને મંજૂર લોડના ૧૦૦ ટકાથી વધુની ક્ષમતાની સોલાર એનર્જી સીસ્ટમ સપવાની છુટ આપી દેવામાં આવી છે.
આ વેળાએ ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે એમએસએમઈ એકમો હાલ વીજ કંપનીને રૂા.૮ જેટલી રકમ પ્રતિ યુનિટ આપે છે. સોલાર એનર્જી કી વીજ ઉત્પાદન કરીને એમએસએમઈ એકમોને વીજળીમાં રૂા.૩ જેટલો ર્આકિ ફાયદો વાનો છે. એમએસએમઈ એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જીનું ઉત્પાદન કરે તો તેને અંદાજે રૂા.૩.૮૦ અને ભાડાની જગ્યા પર ઉત્પાદન કરે તો અંદાજે ૨.૭૫નો ફાયદો થશે.
ઉર્જામંત્રીએ વિશેષમાં કહ્યું કે, આ નિર્ણયની ખાસીયત એ છે કે, એમએસએમઈ એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે ર્ડ પાર્ટી પાસેી સોલાર એનર્જી ખરીદી શકશે. જો એમએસએમઈ એકમો પાસે વીજ ઉત્પાદન માટે સવલત ન હોય તો અન્યત્ર ભાડેની જગ્યામાં પણ તે સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને કલીન-ગ્રીન ઉર્જા મેળવી શકશે. ઉર્જામંત્રીએ વધુમાં કહ્યું કે, સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે યેલી પહેલના કારણે ગુજરાતમાં સૌર ઉર્જા ઉત્પાદન કરતા એમએસએમઈ એકમો માટે વીન-વીન સીચ્વેશન ઉભી થવાની નવી દિશા ખુલી છે.
સૌર ઉર્જાનું ઉત્પાદન કરનારા એમએસએમઈ એકમોએ ઈલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલીંગ ચાર્જીસ નિયમ મુજબ ભરવાના રહેશે.તાજેતરમાં ગુજરાત સરકારે સોલાર રુફ ટોપ યોજના જાહેર કરી ઘરગુ વપરાશકારો માટે સૌર ઉર્જા ઉત્પાદનને વ્યાપક પણે પ્રેરીત કર્યું છે. આ યોજનામાં ૮ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે. વધુમાં હવે ૩૩ લાખી વધુ એમએસએમઈ એકમોને પણ ગ્રીન કલીન ઉર્જા માટે પ્રેરીત કરીને સમગ્ર રાજ્યમાં પ્રદુષણ રહિત ઉર્જા ઉત્પાદન કરવામાં આવનાર છે.
મંદી માત્ર હવા: એક પણ એમએસએમઈ એકમ બંધ નથી થયું : મુખ્યમંત્રી
હાલ મંદીની વાતો પુરજોશમાં ઠેર-ઠેર ચાલી રહી છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદી અંગે નિવેદન આપ્યું હતું કે, મંદીની વાતો માત્ર હવા છે. મંદીના કારણે એક પણ એમએસએમઈ (લઘુ, નાના અને મધ્યમ) ઉદ્યોગ બંધ યો હોય તેવું જાણવા મળ્યું ની. મંદીની ઝપેટમાં આવી કોઈ ઉદ્યોગેને બંધ કરવાની નોબત આવી હોય તેવા કોઈ આંકડા હજુ સુધી આવ્યા નથી. વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, જો મંદી આવશે તો તેની અસર ઉદ્યોગોને ન પડે તે માટે રાજ્ય સરકાર પુરતા પગલા લેશે.