વિદેશોમાંથી આયાત થતી ભારે વજનવાળી હેલ્મેટોની ગુણવતા સારી હોય આઈએસનાં સ્ટાન્ડર્ડમાં સુધારો કરવા સરકારને ભલામણ
દેશમાં વધતી જતી સારા માર્ગોની સુવિધાના કારણે ટુ વ્હીલરો ચાલકો ઝડપભેર વાહનો ચલાવવા લાગ્યા છે. જેના કારણે થતા અકસ્માતોમાં મૃત્યુદરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોય ટુ વ્હીલર ચાલતો માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવવામા આવી હતી. પરંતુ ટુ વ્હીલર ચાલકો પોતાની અનુકુળતા માટે નબળી ગુણવતાવાળી હળવી હેલ્મેટો પહેરવા લાગ્યા છે. જેથી માર્ગ અકસ્માતોમાં આવી હેલ્મેટ પહેરવા છતા મૃત્યુ દરનું પ્રમાણ ઘટતુ ન હોય કેન્દ્ર સરકારે સારી ગુણવત્તાવાળી ૧.૨ કીલો વજન વાળી બીઆઈએસ સ્ટાંડર્ડ વાળી હેલ્મેટો પહેરવા નિયમ બનાવ્યો છે. તેના અમલીકરણ માટેની તારીખો બે વખત લંબાવવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિયુકત કરવામાં આવેલી મલ્ટી ડીસીપ્લીનરી પેનલ દ્વારા ટુ વ્હીલર ચાલકોની સુવિધા માટે હલેમેટનું વજન ૩૦૦ ગ્રામ સુધી ઓછુ કરીને તેને બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાંડર્ડ (બીઆઈએસ)ના મુજબ સ્ટાંડર્ડની મંજૂરી આપવા ભલામણ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો ઉચ્ચ ગુણવત્તાવાળી યુરોપીયન સ્ટાંડર્ડવાળી હેલ્મેટોને આયાત કરવા લાગ્યા છે. આ હેલ્મેટો વજનમાં ભારે છે અને બીઆઈએસ દ્વારા નકકી કરવામાં આવેલા વજનના પ્રતિબંધ માટે અવરોધ‚પ છે.
આ અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતુ કે જો આવી આયાત થતી વિદેશી હેલ્મેટો હોય તો આપણે ઉચ્ચ ગુણવત્તાની હેલ્મેટના વેંચાણને નકારવું જોઈઅહે નહી તેથી બીજા સ્ટાંડર્ડો અપનાવવામાં કંઈક ખોટુ નથી જો કે, બહારથી હેલ્મેટની આયાત કરતી કોઈપણ વ્યકિતને તેને ભારતમા વેંચવા માટે બીઆઈએસ સર્ટીફીકેશન મેળવવું પડે છે. જયાં સુધી નવા સ્ટાંડર્ડ અપનાવવામાં ન અવે ત્યાં સુધી નવા સ્ટાંડર્ડ અપનાવવામાં ન આવે ત્યાં સુધી બીઆઈએસ સર્ટીફીકેશન શકય નથી.
સુત્રોનાં જણાવ્યા અનુસાર સરકાર હેલ્મેટના કવોલીટી ક્ધ્ટ્રોલ માટે અપાયેલી નવી ભલામણોનાં અમલમાં વિલંબ પાછળ ભારતીય બજારમાં ભારે હેલ્મેટની મંજૂરીનો આ એક મુદો છે. જે તમામ હેલ્મેટ ઉત્પાદકોને તેમના ઉત્પાદનો માટે બીઆઈ એસ સર્ટીફીકેશન મેળવવું વેંચાણ કરવું ગુન્હો બને છે. સત્તાવાર આંકડા દર્શાવે છે. કે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ અકસ્માતોમા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અગાઉના વર્ષમાં થયેલા ૧૦,૧૩૫ની સરખામણીમાં ૨૦૧૭માં ૩૫,૯૭૫ થઈ ગઈ હતી જોકે અત્યાર સુધીમાં નબળી ગુણવતાની હેલ્મેટ પહેરવા માટે દુર્ઘટનામાં કેટલા ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થયા છે. તે માટેનાં કોઈ વિગતો તંત્ર પાસે ઉપલબ્ધ નથી.