ઝોનલ કક્ષાએ રૂ.૨૦૦ કરોડની રકમ લોનને મંજુરી ઇન્ફ્રાસ્ટ્રકચર,ખેતી એમ.એસ.એમ.ઈ વૃધ્ધી સહિતનો લક્ષ્યાંક
ભૂતકાળમાં હોમલોન, પર્સનલ લોન કે કાર લોન સહિતની લોન મેળવવા માટે લોકોને બેંકોના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે જે લોકો લોન ભરી શકે તેમ છે, જેન્યુન છે અને ક્રેડીટ પોઈન્ટ વધુ છે તેવા ગ્રાહકો માટે સરળતાથી લોન મળી શકે તેવી વ્યવસથા સરકાર ગોઠવવા જઈ રહી છે. સરકારે બેંકોને લોકો સરળતાથી લોન લઈ શકે તે માટેના આદેશ આપ્યા છે. જેનાથી બજારમાં નાણાની તરલતા જળવાઈ રહેશે. આ નિર્ણયના અનુસંધાને બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લોકોના ઘર સુધી પહોંચીને લોન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બજારમાં નાણાની તરલતા માટે આશરે લાખ પ્રયાસ થયા છે.જેના અનુસંધાને જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રની જનતાને વિવિધ લોન ઉત્પાદનો ના વિતરણ માટે હર ઘર દસ્તક નામની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને તા.૧૩મી ડિસેમ્બર,૨૦૧૯ના રોજ સ્ટાર મહોત્સવ હર ઘર દસ્તક કાર્યક્રમનું આયોજન રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ,રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. બેંક ઓફ ઈન્ડિયાની હેડ ઓફિસ,મુંબઈ થી જનરલ મેનેજર પી.કે.સિંહા તથા રાજકોટના ઝોનલ મેનેજર મનોજ કુમાર,ડે.ઝોનલ મેનેજર તુષાર હાટે અને ડે.ઝોનલ મેનેજર (રિકવરી)રાજેશ કુમાર એ કાર્યક્રમમા હાજરી આપી હતી.
જનરલ મેનેજર પી.કે.સિંહા દ્વારા સમાજના વિવિધ વર્ગના લોન લાભાર્થીઓને લોન મંજુરી પત્રો નું વિતરણ કરવામાં આવ્યુ હતું.જેમાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ.૨૦૦ કરોડ જેવી રકમની લોનની મંજુરી અને વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ ગ્રાહકો ને આર્થિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ખેતી ક્ષેત્ર અને ખેડુતોની આવક વધારવા,બધા માટે મકાન,મહિલા સશકિતકરણ, એમ.એસ.એમ.ઈ.વૃદ્ધિ અને સમર્થન, નિકાસ માટે ધિરાણ,મુદ્રા અને સ્ટેન્ડઅપ ઈન્ડીયા યોડના દ્વારા ધિરાણ સહાય, ભારતમાં બેન્કીંગના ડિજિટલાઈઝેશન માટે, આપણા સૌરાષ્ટ્ર ક્ષેત્રની પ્રાથમિકતાની ગોઠવણીમાં બેંકિગ દ્વારા જીવન સરળતા વધારવા બેંક ઓફ ઈન્ડિયાની વિશિષ્ટ ભૂમિકા અને સિદ્ધિ વિશે ગ્રાહકોને સંબોધન કર્યું હતું. બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકો સુધી તેમની બેંકિંગ જરૂરિયાતોની પૂર્તી માટે અને સમાજના છેલ્લા તબક્કે ઉભા રહેલા લોકો સહિત તમામ લોકોને બેંકની સુવિધાઓ વિસ્તુત કરવા કટિબદ્ધ છે.